પૂજ્ય ગીરી બાપુ

પૂજ્ય શ્રી ગિરી બાપુની ચાર શિવ કથાઓનું આયોજન લેસ્ટર, ક્રોલી, સાઉથોલ અને વેમ્બલી ખાતે જૂન માસમાં કરવામાં આવ્યું છે. દરેક સ્થળે કથાનો સમય બપોરે 4થી સાંજના 7 સીધીનો રાખવામાં આવ્યો છે અને કથા પછી મહાપ્રસાદનો લાભ મળશે.

લેસ્ટરમાં મહેર સેન્ટર, 15 રેવેન્સબ્રિજ ડ્રાઇવ LE4 OBZ ખાતે તા. 2થી તા. 9 સુધી કથા યોજાઇ છે. તે પછી શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઈફીલ્ડ એવેન્યુ, RH11 0AF ક્રોલી ખાતે તા. 10થી તા. 16 દરમિયાન કથા રખાઇ છે.

વિશ્વ હિંદુ મંદિર 2 લેડી માર્ગારેટ રોડ UB1 2RA સાઉથોલ ખાતે તા. 17થી તા. 23 દરમિયાન કથા રખાઇ છે. જ્યારે શ્રી સનાતન મંદિર, ઈલિંગ રોડ, HA0 4TA વેમ્બલી ખાતે તા. 24થી તા. 30 દરમિયાન કથા રખાઇ છે.

માહિતી માટે સંપર્ક: અશ્વિન પટેલ 07949 888 226 અને ઇમેલ: [email protected]

LEAVE A REPLY