કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઈને કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને અસમહતિ પત્ર લખ્યો હતો. આ પત્રમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ સહી કરી હતી. કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકનાં ચાર દિવસ બાદ તેમણે કહ્યું કે, નિમણુક કરવામાં આવેલ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટીમાં એક ટકા પણ સપોર્ટ નથી. તેમણે આગળ કહ્યું કે, “જો ચૂંટાયેલ વ્યક્તિ પાર્ટીને લીડ કરે છે તો પાર્ટી પહેલા કરતાં વધારે સારી સ્થિતિમાં રહેશે બાકી કોંગ્રેસ આગામી 50 વર્ષ સુધી સતત વિપક્ષમાં બેસી રહેશે.”
ગુલામ નબી આઝાદે કહ્યું કે, જે અધિકારી અથવા રાજ્ય એકમના અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ અમારા પ્રસ્તાવનો વિરોઘ કરી રહ્યા છે તેમને પોતાનું પદ ખોવાનો ડર છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, “જ્યારે તમે ચૂંટણી લડો છો તો ઓછામાં ઓછા 51 ટકા તમારી સાથે હોય છે અને તમે પાર્ટીની અંતર માત્ર 2-3 લોકો વિરૂદ્ધ ચૂંટણી લડો છે. 51 ટકા વોટ મેળવનાર વ્યક્તિને ચૂંટવામાં આવશે.
અન્યને 10-15 ટકા વોટ મળશે. જે વ્યક્તિ જીતે છે, તેને પાર્ટી અધ્યક્ષનો પ્રભાર સોંપવામાં આવશે. તેનો મતલ એ છે કે 51 ટકા લોકો તેની સાથે છે.”ગુલામ નબીએ આગળ કહ્યું, “ચૂંટમીનો ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે ચૂંટમી લડો છો, ઓચામાં ઓછા 51 ટકા લોકો તમારી પાછળ હોય છે. પરંતુ હાલમાં જે અધ્યક્ષ બને છે તેની પાસે એક ટકા પણ સપોર્ટ નથી. જો કોંગ્રેસ કાર્યસમિતિના ચૂંટવામાં આવે છે તો તેને હટાવી ન શકાય તો સમસ્યા ક્યાં છે.”