• સરવર આલમ

વડાપ્રધાન ઋષિ સુનકે વાર્ષિક GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડમાં વિજેતાઓને અભિનંદન આપી આપણી અર્થવ્યવસ્થા અને આપણા સમાજમાં સાઉથ એશિયાના લોકોના અતુલ્ય યોગદાનની સરાહના કરી હતી. સુનકે બ્રિટનમા 101 સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી સાઉથ એશિયનોની પ્રોફાઇલ ધરાવતા GG2 પાવર લિસ્ટના અનાવરણને પણ જોયું હતું.

વડાપ્રધાન ઋષિ સુનકે GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ 2024 સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “મને GG2 એવોર્ડ્ઝ ગમે છે અને આ અસાધારણ યાદીમાં ટોચ પર પોતાનું નામ હોવું તે કેટલા સન્માનની વાત છે. પરંતુ મારે તમને કહેવું જ જોઇએ કે એક ભૂલ થઈ છે, બે પુત્રીઓના પિતા તરીકે, હું દેશમાં સૌથી શક્તિશાળી એશિયન નથી, હું મારા ઘરમાં સૌથી શક્તિશાળી એશિયન પણ નથી!”

ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ સમાચાર સાપ્તાહિકોના પ્રકાશકો એશિયન મીડિયા ગ્રુપ તેમજ એશિયન ટ્રેડર અને ફાર્મસી બિઝનેસ મેગેઝિન દ્વારા યોજાયેલા સમારોહમાં સુનકે ઉમેર્યું હતું કે “પણ જરા આ યાદી જુઓ, લીના નાયરથી લઈને અદાર પૂનવાલા, ઈન્ધુ રુબાસિંઘમથી લઈને સીએસ વેંકટક્રિષ્નન, વિસ રાઘવનથી અંબિકા મોડ સુધીના ઘણાં બધા લોકોનો તેમાં સમાવેશ કરાયો છે. તે યાદી સંપૂર્ણપણે દંતકથાઓ અને ઉભરતા તારાઓથી છલકાઈ રહી છે – બિઝનેસ, કળા, શિક્ષણ, કાયદો અને ઘણા બધા ક્ષેત્રોના લોકોનો સમાવેશ કરાયો છે. તે આપણા અર્થતંત્ર અને આપણા સમાજમાં સાઉથ એશિયન લોકોના અતુલ્ય યોગદાનની યાદ અપાવે છે. આપણે જે – સખત મહેનત, કુટુંબ, શિક્ષણ અને એન્ટરપ્રાઇઝ વગેરે મૂલ્યોને શેર કરીએ છીએ તેનું પણ તે રીમાઇન્ડર છે.’’

શ્રી સુનકે જણાવ્યું હતું કે  “તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના પર મને ગર્વ છે. મને આ વિશેષ સમુદાયનો ભાગ બનવાનો ખૂબ ગર્વ છે. આપણાં માટે ઉજવણી કરવા માટે ઘણું બધું છે.”

GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સની 25મી વર્ષગાંઠે મંગળવારે (5) પાર્ક પ્લાઝા હોટેલ ખાતે આયોજીત સમારોહમાં બ્રિટનના વંશીય લઘુમતીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અગ્રણી રાજકારણીઓ, ઉદ્યોગસાહસિકો, સેલિબ્રિટીઓ અને સમુદાયના નેતાઓને એકસાથે લાવે છે.

સુનકે પાછલી પેઢીઓના બલિદાનને સ્વીકારી પોતાના દાદાની પસંદને “પાયોનિયર” તરીકે વર્ણવી કહ્યું હતું કે જેઓ આજે હાજર રહ્યા છે તેઓ “વિરાટ પૂર્વજોના ખભા પર ઉભા છે.

સુનકે કહ્યું, હતું કે “મારા નાનાજીએ તેમના બાળકોને આંસુભરી અલવિદા કહીને, ઇસ્ટ આફ્રિકાથી વિમાનમાં સવાર થઈને, પ્રથમ વખત નોકરી કે ઘર વિના, બ્રિટન જવા માટે ઉડાન ભરી હતી. તે સમગ્ર પરિવાર માટે સારું જીવન બનાવવા માટે હતી. હું કલ્પના કરી શકતો નથી કે તે હિંમત તેમણે એકઠી કરી હશે. વર્ષો પછી, હું પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયો તે પછી, હું મારા નાનાજીને સંસદની મુલાકાતે લઈ આવ્યો હતો. અમે વેસ્ટમિન્સ્ટર હોલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક ઉભા રહી ગયા હતા અને કોઈને કૉલ કરવા માટે તેમનો ફોન કાઢ્યો હતો. મને તે સમયે ખબર પણ ન હતી કે ફોનને મંજૂરી આપવામાં આવી હતી કે કેમ, તેથી હું એવું બોલ્યો હતો, ‘નાનાજી, તમારે હમણાં જે કરવું છે તે કરવું જરૂરી છે? ‘

સુનકે કહ્યું હતું કે “તેમણે જવાબ આપ્યો કે તેઓ તેમના પ્રથમ વખતના યુકેની જૂની મકાનમાલિકને ફોન કરી રહ્યો હતા, કેમ કે તેમણે મને કહ્યું હતું કે, ‘હું તેને કહેવા માંગતો હતો કે હું ક્યાં ઊભો છું. આ લિસ્ટમાંની દરેક વ્યક્તિ – આજે અહીં આવી વાર્તાઓ શેર કરી શકે છે.”

સુનકે દિવંગત સ્થાપકો એએમજી, રમણીકલાલ અને પાર્વતીબેન સોલંકી શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે તેમના મંચનો ઉપયોગ પૂર્વગ્રહ અને ભેદભાવ સામે લડવા માટે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે “આપણામાંથી ઘણાએ આપણા જીવનમાં અમુક સમયે, આપણે કોણ છીએ તેના કારણે ધિક્કારનો અનુભવ કર્યો છે. આજે, જ્યારે તણાવ વધી રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર આપણી જાતને તે મૂળભૂત બાબતો માટે સમર્પિત કરવી જોઈએ જેના માટે અમારા માતાપિતા લડ્યા હતા.”

ભાષણની સ્વતંત્રતા માટે, તમામ પ્રકારના પૂર્વગ્રહ સામે એકસાથે ઊભા રહેવાથી, આપણા વારસા અને આપણા બ્રિટિશપણાં બંને પર ગર્વ થાય છે કારણ કે આધુનિક બ્રિટનમાં તેઓ એક જ બાબત છે.

“તમારા બધા સમર્થન બદલ આભાર. ચાલો આગળ વધીએ અને સાથે મળીને  ભવિષ્યનું નિર્માણ કરીએ.”

LEAVE A REPLY