પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

એક્સક્લુસીવ

  • બાર્ની ચૌધરી દ્વારા

વેક્સીન ડીપ્લોયમેન્ટ મિનિસ્ટર નદિમ ઝાહાવીએ દેશમાં વસતા સૌ દક્ષિણ એશિયનોને કોવિડ રોગચાળા સામે રસી લેવા અપીલ કરી આ તકને નહિં વેડફવા માટે વિનંતી કરી છે. તેમણે તમામ પ્રતિબંધ હટાવાયા બાદ પણ પોતાની સર્જરીમાં દર્દીઓ માસ્ક પહેરીને આવે તેવી ડોક્ટર્સની માંગનું સમર્થન કર્યું હતું.

‘ગરવી ગુજરાત’ સાથેની વિશિષ્ટ મુલાકાતમાં નદિમ ઝહાવીએ કહ્યું હતું કે ‘’હું ખાસ કરીને 18થી 30 વર્ષના યુવાનોમાં રસી લેવાની અભાવથી ચિંતિત છું. હું દક્ષિણ એશિયાઈ સમુદાય જ નહીં, પરંતુ 18 થી 30 વર્ષના તમામ યુવાનોની ચિંતા કરૂ છું. જે વય જૂથના આશરે 35 ટકા એટલે કે લગભગ 3 મિલિયન લોકો હજી અસુરક્ષિત છે. જો તમે રસી ન લીધી હોય અને તમને કોવિડનો ચેપ લાગે તો તે હળવો હોઈ શકે છે, પરંતુ જો તેમ ન થાય તો તે ખૂબ ગંભીર બને છે, અને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડી શકે છે.”

સોશ્યલ મીડિયા પર રસી વિશે ફેલાતા સંદેશાઓ અંગે ઝહાવીએ જણાવ્યું હતું કે, “રસી લેવાથી પ્રજનનક્ષમતાને તકલીફ થાય છે તેવી માહિતી સંપૂર્ણ ખોટી છે. આવી અફવાઓને બંધ કરવા અમે સોશ્યલ નેટવર્ક સાથે કામ કરીએ છીએ. અમારી પાસે કેબિનેટ ઑફિસમાં આ માટે યુનિટ છે. લોકોએ વિશ્વાસપાત્ર સ્રોતો, સ્થાનિક જી.પી., એન.એચ.એસ. પાસેથી માહિતી મેળવે તે

ખરેખર મહત્વનું છે. જનતાનું રક્ષણ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે રાજકીય લાઇનો પર મારી આખી ટીમ સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેમાં મેયર સાદિક ખાન, એન્ડી બર્નહામ અને એન્ડી સ્ટ્રીટ સહિત દેશના અન્ય મેયર સામેલ છે.

તેમણે કહ્યું હતું કે “ન્યૂહામ કાઉન્સિલે ગયા વિકેન્ડમાં મસ્જિદો, મંદિરો અને પ્રાયમરી કેર નેટવર્ક દ્વારા 23 પોપ-અપ્સ ક્લીનીક દ્વારા રસી આપી હતી. તમે ન્યૂહામમાં જ્યાં પણ જાવ રસી ઉપલબ્ધ હતી.”

ગરવી ગુજરાતને કહેવાયું હતું કે ‘’એક દક્ષિણ એશિયન જી.પી.ને દર્દી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો ડૉક્ટર કન્સલ્ટેશન દરમિયાન માસ્ક પહેરવાની ફરજ પાડશે તો તેઓ જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી)ને ફરિયાદ કરશે.’’

ઝહાવીએ કહ્યું હતું કે ‘’ડોકટરોને ડરવાની કોઇ જરૂર નથી. કારણ કે માર્ગદર્શન ખૂબ સ્પષ્ટ છે કે ભીડવાળી ઇન્ડોર જગ્યાએ, તમે માસ્ક પહેરો તેવી અપેક્ષા છે. મને લાગે છે કે તેઓ તેમના દર્દીઓને આમ કરવાનું કહીને યોગ્ય કાર્ય કરી રહ્યા છે. આ એક એવો સૌથી ચેપી શ્વસન રોગ છે જે એરોસોલ એટલે કે નાક અને મોંના ઉચ્છવાસ દ્વારા ફેલાય છે.”

ફેમિલી ડોકટરોએ રસીકરણને અસરકારક બનાવવા વિષે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’જાન્યુઆરી સુધીમાં મેં બન્ને રસી મેળવી લીધી હતી. અને અમારી પાસે શંકાસ્પદ કોરોનાવાયરસ લક્ષણોવાળા દર્દીઓને જોતું કોવિડ રેડ સેન્ટર્સ ન હોવાથી મારી જી.પી. પ્રેક્ટિસમાં કોવિડ દર્દીઓને જોવાની અપેક્ષા કરું તો મને ચિંતા છે કે મારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જશે. અમારી પાસે યોગ્ય પીપીઇ ન હોવાથી મને વાયરસનો ગંભીર ચેપ લાગી શકે છે.”

ઝાહાવીએ કહ્યું હતું કે ‘’સરકારે સપ્ટેમ્બરની શરૂઆતમાં બૂસ્ટર જેબ્સની યોજના બનાવી છે.

ફલૂ જેબની જેમ તે પણ વાર્ષિક ધોરણે આપવામાં આવશે. અમારી મહત્વાકાંક્ષા છે કે સૌથી વધુ સંવેદનશીલ લોકોના રક્ષણ માટે શક્ય હોય ત્યાં, ફલૂ અને કોવિડ બૂસ્ટર જેબને સાથે આપવામાં આવશે. અમે JCVIના નિષ્ણાતોએ આપેલી સલાહને અનુસરી રહ્યા છીએ. અમે દર વર્ષે દેશના રક્ષણ માટે ફલૂ જેવી જ કોવિડ રસીકરણની એક ઝુંબેશ કરીશું.”

વિશ્લેષણ

પ્રથમ કોવિડ રસી 8 ડિસેમ્બર 2020ના રોજ કોવેન્ટ્રીના દાદી માર્ગારેટ કીનનને આપવામાં આવી હતી. 11 જુલાઇ સુધીમાં, એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા કુલ 67,358,993 રસી અપાઇ છે. તેમાંથી ફક્ત 29,051,803 લોકોને બન્ને રસી અપાઇ હતી. દક્ષિણ એશિયનોમાં, 2,518,836 લોકોએ પ્રથમ અને 1,706,169એ તેમની બન્ને રસી મેળવી છે. જેમાંના 18 વર્ષ કે તેથી વધુ વયના લગભગ 3.5 મિલિયન લોકો દક્ષિણ એશિયાના હતા. આમ 72 ટકા લોકોએ તેમનો પ્રથમ ડોઝ અને 68 ટકાએ તેમનો બીજો ડોઝ લીધો છે. તેનો અર્થ એ છે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ફક્ત 49 ટકા દક્ષિણ એશિયનો સંપૂર્ણ સુરક્ષિત છે.