જર્મનીની પ્રીમિયમ ફૂટવેર બ્રાન્ડ બર્કેનસ્ટોકે ભારતના બજારમાં પ્રવેશ કર્યો છે. કંપની સેવા ગ્રૂપ સાથે જોડાણ કરીને ભારતમાં પ્રથમ રિટેલ સ્ટોર ખોલશે. સેવા ગ્રૂપ ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ ગ્રૂપ એલિમેન્ટ રિટેલ સાથે 2012માં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ રિટેલિંગ સેક્ટરમાં પ્રવેશી હતી.
સેવા ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બર્કેનસ્ટોકેનો પ્રથમ સ્ટોર બેંગલુરુમાં આ મહિનાના અંત ભાગમાં ખોલવામાં આવશે.
બર્કેનસ્ટોકે વૈશ્વિક સ્તરે જાણીતી ઓપન ફૂડવેર બ્રાન્ડ છે. પુરુષ, સ્ત્રી અને બાળકો માટેના તેના શૂ અને હીલ્સનો ભાવ રૂ.2,009થી 17,999 સુધી છે. આ સેવા ગ્રૂપના એમડી આદિત્યા બાફનાએ જણાવ્યું હતું કે વિસ્તરણની યોજનાના ભાગરૂપે કંપનીએ એપલ, સ્વીમવેર અને સ્વિમ રિલેટેડ એસેસરીઝ બ્રાન્ડ સ્પીડો, ફિટનેસ બ્રાન્ડ એસિક્સ અને જાયન્ટ બાઇસાઇકલ જેવી બીજી ઘણી બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. સેવા ગ્રૂપે વિશ્વની સૌથી મોટી પ્રીમિયમ બાઇસાઇકલ ઉત્પાદક કંપની જાયન્ટ બાઇકસાઇકલ માટે ફ્રેન્ચાઇઝી લાઇન્સ સમજૂતી કરી છે.