લૉકડાઉન પ્રતિબંધો હોવા છતાં બ્રિટનની અર્થવ્યવસ્થાએ પ્રથમ ક્વાર્ટરના અંતે મજબૂત રીતે સધ્ધરતા બતાવી હતી અને જીડીપીએ માર્ચમાં 2.1 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો એમ ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું. જો કે તે પૂરતો નથી.
ગત વર્ષના અંતિમ ક્વાર્ટરની તુલનામાં 2021ના પ્રથમ ત્રણ મહિનામાં જીડીપીમાં એકંદરે 1.5 ટકાનો ઘટાડો થયો હતો. ચાન્સેલર ઋષિ સુનકે ડેટાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આપણે સાવચેતીપૂર્વક અર્થવ્યવસ્થાને ફરીથી ખોલી રહ્યા છીએ, તેમ છતાં હું આપણી અર્થીક રીકવરીને ટેકો આપવા માટે જરૂરી તમામ પગલાં લેવાનું ચાલુ રાખીશ.”
ઓએનએસના ઇકોનોમિક્સ સ્ટેટેસ્ટીક્સના ડિરેક્ટર, ડેરેન મોર્ગને જણાવ્યું હતું કે ‘’માર્ચમાં જોવા મળતી મજબૂત રીકવરી રિટેલ અને શાળાઓ ફરીથી શરૂ થવાથી આવી છે. આ ક્વાર્ટરમાં બાંધકામ ઉદ્યોગ મજબૂત રીતે વધ્યો હતો અને રોગચાળા પહેલા જે સ્થિતી હતી તે સ્તરથી ઉપર હતો. ફેબ્રુઆરી અને માર્ચ બંનેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારે સુધારો થયો છે. દરમિયાન, ઇયુમાં માલની નિકાસ માર્ચમાં સતત વધતી રહી છે અને બ્રેક્ઝિટ થયું તે પહેલાંના ડિસેમ્બરના સ્તરે પહોંચ્યું છે.”
બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ‘’ સરકારે કોરોનાવાયરસ લોકડાઉનને ધારણા કરતા ઝડપથી હળવું કરતાં યુકેની અર્થવ્યવસ્થા આ વર્ષે અપેક્ષા કરતા વધુ ઝડપથી સુધારે તેવી આશા છે.