ભારતના અર્થતંત્રમાં સરકારના દાવા મુજબ ઝડપી રિકવરી આવી નથી અને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 25 ટકાનો જંગી ઘટાડો થઈ શકે છે, એમ જાણીતા અર્થશાસ્ત્રી અરુણ કુમારે રવિવારે જણાવ્યું હતું.
કુમારે દાવો કર્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં જંગી ઘટાડાને કારણે બજેટના અંદાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે, તેથી બજેટમાં સુધારો કરવાની જરૂર છે. સરકાર દર્શાવી રહી છે તેટલી ઝડપથી રિકવરી આવી રહી નથી, કારણ કે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં રિકવરી ચાલુ થઈ નથી. સર્વિસ સેક્ટરના મોટા ભાગના કમ્પોનન્ટમાં પણ રિકવરી આવી નથી.
કુમારે એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે મારા વિશ્લેષણ મુજબ કોરોના લોકડાઉન (એપ્રિલ-મે)ને કારણે ચાલુ નાણાકીય વર્ષણાં આર્થિક વૃદ્ધિદર માઇનસ 25 ટકા રહી શકે છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું અને કૃષિ ક્ષેત્રમાં ગ્રોથ નથી.
ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ મુજબ ભારતના અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષમાં 7.5 ટકાનો ઘટાડો થઈ શકે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસને 7.7 ટકા ઘટાડાનો અંદાજ છે.