(istockphoto.com)

ભારતીય રિઝર્વ બેંક સાત એપ્રિલે નાણાનીતિની સમીક્ષામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનો અનુમાન ૧૦.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સંક્રમણમાં વધારાએ આર્થિક વૃદ્ધિ દરમાં સુધારાને લઇને અનિશ્ચિતતા ઊભી થઈ છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે નાણા નીતિ સમિતિની બેઠકના વ્યાજદરને સ્થિર રાખ્યાં હતા. રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર યથાવત રાખ્યો છે. આમ, બેંક રેટને પણ ૪.૨૫ ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. આનો અર્થ છે કે હોમ લોન અથવા અન્ય લોનની EMI અત્યારે સસ્તી હોવાની અપેક્ષા નથી.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાના વધતાં કેસોએ ચિંતા જરૂર ઊભી કરી છે, પરંતુ ઇકોનોમીમાં સુધારો થઇ રહ્યો છે. વેક્સિનેશન જેવા પગલાંને લીધે ભારત આ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે. રિઝર્વ બેંકે કોરોનાની નવી લહેર છતાં આ નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૦.૫ ટકા વૃદ્ધિનો અંદાજ જાહેર કર્યો છે.