પ્રતિક તસવીર (Photo by Oli Scarff/Getty Images)

14 ઑક્ટોબરના રોજ સેન્ટ્રલ લંડનમાં ઇઝરાયેલનો વિરોધ વ્યક્ત કરવા હજારો લોકો એકત્ર થયા હતા અને આ વિરોધ કોઇ મોટા મુદ્દાઓ વિના સમાપ્ત થયો હતો. આ વિરોધ દરમિયાન સાત લોકોની ધરપકડ કરાઇઅ હતી. તો સાંજે ઇમરજન્સી વર્કર્સ પર હુમલા, જાહેર સ્થળે ફટાકડા ફોડવા અને જાહેર હુકમના ગુનાઓ માટે વધુ આઠ લોકોની ધરપકડ કરાઇ હતી.

પોલીસ અધિકારીઓ સોસ્યલ મિડીયા પરના ફૂટેજ જોઇ રહ્યા છે અને કાઉન્ટર ટેરરિઝમ પોલીસે લોકોને ઑનલાઇન પર ફેલાયેલ આતંકવાદી સામગ્રીને જુએ ત્યાંથી જાણ કરવા કહ્યું છે.’’

સંભવિત ઓનલાઈન આતંકવાદી સામગ્રીની જાણ કરાતા નોંધપાત્ર સંખ્યામાં રેફરલ્સને પગલે કાઉન્ટર ટેરરિઝમ ઈન્ટરનેટ રેફરલ યુનિટ (CTIRU) એ આ અઠવાડિયે 55 નવા કેસોની સમીક્ષા શરૂ કરી છે. કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગે આતંકવાદ કાયદાનો ભંગ કરવા માટે મૂલ્યાંકન કરાયેલ ઓનલાઇન સામગ્રીને દૂર કરવા માટે ટેક કંપનીઓ સાથે કામ કરનાર છે. પોલીસે અપીલ કરી છે કે “જો તમને આતંકવાદી હિંસા અથવા પ્રવૃત્તિને ઉશ્કેરતી હોય તેવી ઓનલાઈન માહિતી જણાય તો પબ્લિક રેફરલ ટૂલને જાણ કરો.

LEAVE A REPLY