રાજધાની લંડનમાં પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનની શેરીઓમાં “જેહાદ”ના નારાને ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે વખોડી કાઢી જણાવ્યું હતું કે ‘’આ મુદ્દો મેટ્રોપોલિટન પોલીસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) માટેની ઓપરેશનલ મેટર છે. લંડનની શેરીઓમાં જેહાદનો નારા લગાવવા એ સંપૂર્ણપણે નિંદનીય છે. તે આતંકવાદી હિંસાને ઉશ્કેરે છે અને તેને કાયદાની સંપૂર્ણ શક્તિ સાથે નાથવાની જરૂર છે. બ્રિટિશ યહૂદીઓનું રક્ષણ કરવા માટે અમે જે કંઈ કરી શકીએ તે બધું કરીએ છીએ.’’

પોલીસ લંડનના હિઝબ ઉત-તહરીના વિરોધના એક વિડિયોની સમીક્ષા કરી હતી જેમાં એક માણસ “જેહાદ, જેહાદ” ના નારા લગાવતો જોઈ શકાય છે. પ્રદર્શનમાં “ફ્રી પેલેસ્ટાઈન”ના નારાનું નેતૃત્વ કરી રહેલા લંડન ટ્યુબ ટ્રેન ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

LEAVE A REPLY