FILE PHOTO: REUTERS/Amir Cohen/File Photo

ગયા વર્ષે વેલ્થ રેન્કિંગમાં રોલર-કોસ્ટર રાઇડ કર્યા પછી શુક્રવારે ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યાં હતાં. હિન્ડબર્ગના આક્ષેપોમાં વધુ કોઇ તપાસની જરૂર નથી તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો.  

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ એક દિવસમાં $7.7 બિલિયન વધી $97.6 બિલિયન થઈ હતી અને મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન છીનવી લીધું હતું. રિલાયન્સના ચેરમેન અંબાણી $97 બિલિયનની નેટવર્થ સાથે થોડા માર્જિનથી પાછળ રહ્યાં હતાં 

દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા હતા. તાજેતરમાં આ બંને ઉદ્યોગપતિઓની સંપત્તિમાં જંગી વધારો થયો છે. પરંતુ અદાણીની મિલ્કતમાં થયેલો વધારો અંબાણી કરતા વધારે છે. વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં અદાણી હવે 12મા ક્રમ પર છેજ્યારે મુકેશ અંબાણી તેમનાથી પાછળ 13મા ક્રમે છે. અંબાણી 14મા ક્રમેથી 13 પર આવી ગયા છે જ્યારે અદાણી 15મા સ્થાનેથી 12મા સ્થાને પહોંચી ગયા છે. 

જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે અદાણીને 69 બિલિયન ડોલરનું ભારે નુકસાન થયું હતું અને તેઓ ટોચના 20 ધનિકોની યાદીમાંથી પણ બહાર ફેંકાઈ ગયા હતા.  

અદાણી એન્ટરપ્રાઈઝિસે 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં 17 અબજ ડોલરની રેવન્યુ નોંધાવી હતી. અદાણી જૂથની 10 કંપનીઓ લિસ્ટેડ છે અને ઈન્વેસ્ટરોને તેમાં જંગી નફો થયો છે. ગૌતમ અદાણી હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 73 ટકાઅદાણી ગ્રીન એનર્જીમાં 56 ટકાઅદાણી પોર્ટ્સમાં 66 ટકાઅદાણી પાવરમાં 70 ટકા અને અદાણી ટ્રાન્સમિશનમાં 68 ટકા હિસ્સો ધરાવે છે. 

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં ટોપ 50માં અન્ય ભારતીયોની યાદીમાં શાપુર મિસ્ત્રી $34.6 બિલિયન સાથે 38મા સ્થાને અને શિવ નાદર $33 બિલિયનની સંપત્તિ સાથે 45મા ક્રમે છે.

LEAVE A REPLY