રશિયાએ યુરોપને ગેસ સપ્લાયમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરતાં યુરોપિયન યુનિયના દેશો મંગળવારે ગેસની માગમાં ઘટાડો કરવા વીકએન્ડ ઇમર્જન્સી પ્લાન માટે સંમત થયા છે. એનર્જી પ્રધાનોએ ઓગસ્ટ માર્ચ સમયગાળામાં ગેસના ઉપયોગમાં 2017-21ની સરેરાશ કરતા 15 ટકાનો સ્વૈચ્છિક ઘટાડો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
આમ ઓગસ્ટથી માર્ચ દરમિયાન યુરોપિયન યુનિયન દેશો પોતાની નેચરલ ગેસની માંગ ૧૫ ટકા ઘટાડશે. દરેક દેશો પોતાની રીતે માંગ ઘટાડી ગેસનો પુરવઠો અન્ય ઉપયોગી ક્ષેત્રને સતત મળતો રહે એ માટે પ્રયત્ન કરશે. યુરોપના ૨૭ રાષ્ટ્રો રશિયાના ગેસ પર મોટો આધાર રાખે છે.
રશિયાની ગેસ કંપની ગેસપ્રોમે યુરોપને મળતા ગેસના પુરવઠામાં બુધવારની જ જંગી કાપની જાહેરાત કરી હતી. રશિયાના આ પગલાંને યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સકીએ ગેસ યુદ્ધ તરીકે સરખાવ્યું છે. ગેઝપ્રોમે રશિયાથી યુરોપિયન યુનિયન મળતા નેચરલ ગેસનો પુરવઠો ઘટાડી માત્ર ૩.૩ કરોડ ક્યુબીક મીટર પ્રતિદિવસ રાખવાની જાહેરાત કરી છે. નોર્ડ સ્ટ્રીમ પાઈપલાઈનની કુલ ક્ષમતા સામે આ પુરવઠો માત્ર ૨૦ ટકા જેટલો જ છે.