અમદાવાદ શહેરની સીમમાં બારેજા-મહિજડા રોડ પર એક ઓરડીમાં મંગળવારે થયેલા રાંધણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો કુલ મૃત્યુઆંક વધીને 8 થયો હતો. આ દુર્ઘનામાં સાત લોકોનું ગંભીર રીતે દાઝી જવાને કારણ મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવારે વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો હતા.
અમદાવાદ ગ્રામીણના અસલાલી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એસ એસ ગામીતે શુક્રવારે જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે રાત્રે બની હતી, પરંતુ પીડિતો મજૂરો અને તેમના પરિવારના સભ્યોએ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.ફેક્ટરીમાં કામ કરતા કેટલાક મજૂરો અને તેમના પરિવારના સભ્યો એક નાનકડા રૂમમાં સૂઈ રહ્યા હતા. દરમિયાન 20 જુલાઈની રાત્રે તેમના એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. જ્યારે તેમના પડોશીએ તેમને એલર્ટ કરવા માટે દરવાજો ખખડાવ્યો ત્યારે એક મજૂર ઉભો થયો અને લાઈટ ચાલુ કરવા જતાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બની તે સમયે રૂમમાં દસ વ્યક્તિ સૂતા હતા. બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા તમામ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ગુરુવારે સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ચાર લોકો શુક્રવારે અને એકે શનિવારે દમ તોડ્યો હતો.