હેરો વેસ્ટના લેબર એમપી ગેરેથ થોમસે તા. 1 મે 2024ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે (1લી મે) હેરો અને સમગ્ર યુકેમાં રહેતા ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનોએ યુકેના જીવનમાં આપેલા નોંધપાત્ર યોગદાન માટે તેમની સરાહના કરી હતી અને કહ્યું હતું કે હું આશા રાખું છું કે ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનો આ વિશેષ દિવસની ઉજવણી અને ઉજવણીનો આનંદ માણશે.

ગેરેથ થોમસે સંસદમાં જણાવ્યું હતું કે ‘’આપણે મે ડે બેંક હોલીડેની રાહ જોઈ રહ્યા છીએ. પણ બીજી તરફ 1 મેના રોજ, હેરોમાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રિયનો, સમગ્ર યુકેમાં અને વૈશ્વિક સ્તરે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરે છે, જે ભારતમાં 1960 માં રચાયેલા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની રચનાને ચિહ્નિત કરે છે. આ દિવસ તમામ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનો માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ છે. બંને રાજ્યોના સમૃદ્ધ ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવાનો આ એક મોકો છે. નિર્ણાયક રીતે, અહીં યુ.કે.માં બંને સમુદાયોમાં તમામ ધર્મના લોકોના અવારનવાર નોંધપાત્ર યોગદાન બદલ હું ગર્વ અનુભવું છું.’’

LEAVE A REPLY