The All Party Parliamentary Group of British Gujaratis (APPG) was formed in the UK Parliament
Gareth Thomas - AFP PHOTO / Tomohiro Ohsumi / POOL (Photo credit should read TOMOHIRO OHSUMI/AFP via Getty Images)
  • ગેરેથ થોમસ, એમપી હેરો વેસ્ટ અને APPG ફોર બ્રિટિશ ગુજરાતીઝના અધ્યક્ષ.

આ ઓક્ટોબરમાં હજારો લોકો ક્રિકેટ વર્લ્ડ કપનો આનંદ માણવા; નવરાત્રી અને દિવાળી ઉજવવા માટે; અને બિઝનેસ, લેઝર અને કૌટુંબિક મુલાકાતો માટે યુકેથી ગુજરાત જશે. આપણી કેટલીક સૌથી મોટી એરલાઈન્સના વલણમાં ઝડપી ફેરફારના કારણે ઘણા લોકો માટે ગુજરાત આવવા-જવાની મુસાફરી તેની જરૂરિયાત કરતાં વધુ ખર્ચાળ, લાંબી અને વધુ પીડાદાયક બની રહેશે.

અત્યારે દર અઠવાડિયે ગેટવિકથી ગુજરાતમાં અમદાવાદ જવા માટે માત્ર થોડી જ સીધી ફ્લાઇટ્સ છે. ઘણા લોકોને ગેટવિક સુધીની સમય માંગી લેતી લાંબી અને ખર્ચાળ મુસાફરીને ગણો તો  અમદાવાદની મુસાફરીમાં દિલ્હી કરતાં વધુ સમય લાગી શકે છે. અથવા ગુજરાત જવા માટે ભારતના સૌથી મોટા શહેરોમાં સમાન સમય માંગી લેતી ઇન્ટરનલ ફ્લાઇટ્સના ખર્ચાળ ટ્રાન્સફરનો ભોગ બનવું પડે છે.

ઉડ્ડયન ઉદ્યોગ માટે જે જરૂરી છે તે છે બ્રિટિશ ગુજરાતી અને વિશાળ બ્રિટિશ ભારતીય સમુદાયના તેમના સંભવિત ગ્રાહકો માટે એક નવો અભિગમ છે, જે હવાઈ મુસાફરી માટે ભારતીયોની વધતી જતી ભૂખને ઓળખે છે. પરંતુ બ્રિટનના લગભગ 10 લાખની વસ્તી ધરાવતા મજબૂત ગુજરાતી સમુદાયને અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્થળો માટે ડાયરેક્ટ ફ્લાઇટના વિકલ્પોની સારી રીતે સેવા આપવામાં આવતી નથી તે હકિકત છે. વ્હાઈટહોલ, એરપોર્ટ ઓપરેટરો અને સિવિલ એવિએશન ઓથોરિટીએ ભારત જવા માટે વિવિધ એરલાઈન્સ દ્વારા નવી ફ્લાઇટ્સ શરૂ કરાય તે માટેની વિચારસરણીને પ્રોત્સાહિત કરવી જોઈએ.

હવાઈ પ્રવાસીઓ માટે ભારત ત્રીજું સૌથી મોટું બજાર છે, ભારતમાં અને ત્યાંથી બિઝનેસ ટ્રાવેલમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે અને તે એક વધુ નિર્ણાયક નિકાસ બજાર બનવાની તૈયારીમાં છે. તે જોતાં બ્રિટને આપણા દેશમાં વૃદ્ધિનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા માટે ભારતને પ્રાથમિકતા આપવાની જરૂર છે. જો ભારત સાથેનો વેપાર સોદો પૂર્ણ થશે, તો ભારતમાં વેપાર અને માલવાહક મુસાફરીમાં રસ વધુ વધશે.

યુકેના મિનિસ્ટર્સે બ્રિટન અને ભારત વચ્ચેના જૂના એર સર્વિસિસ એગ્રીમેન્ટ પર યોગ્ય રીતે વિચાર કરવાની જરૂર છે. દર અઠવાડિયે ગુજરાતની ફ્લાઇટની સંખ્યા પર આટલી ઓછી મર્યાદા કેમ છે? શા માટે આપણે ભારતમાં માલસામાનની નિકાસને પ્રોત્સાહિત કરવા વધુ પગલા નથી લઇ રહ્યા? અને શા માટે આપણે ફ્લાઇટ ટ્રાન્સફર વિઝા ખર્ચમાં વધુ સ્પર્ધાત્મક નથી? જો એક દેશ તરીકે, આપણે બિઝનેસીસને ભારતમાંથી નવા ઓર્ડર જીતવામાં મદદ કરવા માંગીએ છીએ, તો આપણે એની ખાતરી કરવાની જરૂર છે કે ઉડ્ડયન ઉદ્યોગ તે મહત્વાકાંક્ષાઓને સમર્થન આપે.

ભારતમાં ઑક્ટોબરમાં શરૂ થઈ રહેલો ક્રિકેટ વર્લ્ડ કપ, એરલાઇન્સ માટે ગુજરાત અને ભારતની વ્યાપક ફ્લાઇટ્સની વધતી માંગ અંગે તેમના અભિગમ પર પુનર્વિચાર કરવાની મોટી તક છે. ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી અગત્યની મેચો ગુજરાતમાં 5મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની મેચથી શરૂ થશે; જે છેલ્લા વર્લ્ડ કપમાં બંને ફાઇનલિસ્ટ હતા. છ અઠવાડિયા પછી, 19મી નવેમ્બરે, ક્રિકેટ વર્લ્ડ કપ – 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાશે. તેની વચ્ચે 15મી ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સાથે ઈંગ્લેન્ડની ટક્કર જેવી બે મહત્વપૂર્ણ મેચો અમદાવાદમાં રમાનાર છે.

હીથ્રોથી ગુજરાતની ડાયરેક્ટ ફ્લાઈટને એગ્રીમેન્ટ મળવામાં ઘણો સમય લાગ્યો હતો. સમગ્ર ગુજરાતી સમુદાયના વિશાળ પ્રયાસોથી આખરે ડાયરેક્ટ ફ્લાઈટ્સ માટે કરાર થયો હતો. પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ્યારે જાહેરાત કરવામાં આવી કે રાજધાની લંડનનો ગુજરાતી સમુદાય સૌથી વધુ મજબૂત છે તેમનાથી દૂર આ ફ્લાઈટ્સ હિથ્રોથી ગેટવિક ખસેડવામાં આવી રહી છે ત્યારે લોકોને ભારે નિરાશા થઈ હતી. ગુજરાતીઓ અને ભારતીય સમુદાયના અન્ય લોકોમાં પણ નિરાશા છે કે લંડન બહારના એરપોર્ટથી ભારત સાથે વધુ સારી કનેક્ટિવિટી મળતી નથી.

આગામી સપ્ટેમ્બરમાં, હિથ્રો ખાતે અસ્થાયી રૂપે બિનઉપયોગી સ્લોટને ઓક્ટોબરથી માર્ચના અંત સુધીના છ મહિના માટે ઉપયોગ કરવા હરાજી કરાશે. વિવિધ એરલાઇન્સ ક્રિકેટ વર્લ્ડ કપના તાત્કાલિક લાભ તેમજ ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ડાયરેક્ટ, સારી ગુણવત્તાવાળી, ઓછી કિંમતની ફ્લાઇટ્સ માટે લાંબા ગાળાની સંભવિત વધતી માંગને ઓળખવા માટે આ તકનો ઉપયોગ કરી શકે છે. આશ્ચર્યજનક છે કે બ્રિટિશ એરવેઝ અને વર્જિન જેવી મોટી બ્રિટિશ અને અન્ય આંતરરાષ્ટ્રીય કેરિયર્સે અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટમાં અત્યાર સુધી કોઈ રસ દાખવ્યો નથી. ગુજરાત અને યુકે વચ્ચેના હવાઈ પુલને આધુનિક બનાવવાનો સમય આવી ગયો છે; આ પરિવર્તનનો સમય છે.

LEAVE A REPLY