કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી શહેરના આશરે 273 ગાર્ડન ગુરુવારથી બંધ કરી દેવાશે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો આંકડો બુધવાર, 16 માર્ચે વધીને 1000ની નજીક પહોંચતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે અને વિવિધ પગલાં લઈ રહ્યું છે. બુધવારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની સમય વધારીને રાતના 10થી સવારના 6 સુધી રાખવાનો નિર્ણય કર્યો હતો. નાઇટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી T20 સીરિઝની ત્રીજી મેચથી દર્શકો વગર જ મેચ યોજવાનો ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને નિર્ણય કર્યો હતો.