બોલિવુડના સુપરસ્ટાર અક્ષયકુમારે રવિવારે સવારે જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છે. અક્ષયકુમારે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવાની સલાહ આપી હતી.
53 વર્ષીય અભિનેતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, વહેલી સવારે મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને હું આઈસોલેશનમાં છું અને હોમ ક્વોરેન્ટાઈન થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને કાળજી રાખે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન પછી અક્ષય સક્રિયપણે કામ કરી રહ્યો હતો. તેણે ફિલ્મ બેલ-બોટમ તેમજ સારા અલી ખાન અને ધનુષ સાથેની ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ પુરું કર્યું હતું. તાજેતરમાં જ તેણે ફિલ્મ રામ સેતુના શૂટિંગની શરૂઆત કરી હતી.
અગાઉ રણબિર કપૂર, આલિયા ભટ્ટ, આદિત્ય નારાયણ, રૂપા ગાંગુલી, કાર્તિક આર્યન અને આમિરખાન પણ કોરોના સંક્રમિત થયા હતા.