ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 200 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાને મંજૂરી આપે તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવરાત્રિ અંગે રવિવારે જણાવ્યું હતું કે શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. 200 લોકોની મર્યાદા સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે તેવા સંકેત પણ નીતિન પટેલે આપ્યા હતા.
જો કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી છે. જોકે યુવાવર્ગ કોરોના કાળમાં પણ ગરબા રમવા માટે આતુર છે. હાલની કોરોના પરિસ્થિતિમાં અમુક લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે, કારણ કે નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.