મધ્યપ્રદેશ પોલીસે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈન મહાકાલી મંદિરમાંથી ધરપકડ કરી લીધી છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓનો હત્યાનો આરોપ છે. પોલીસે તેના પાંચ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે જ્યારે અન્ય કેટલાકની ધરપકડ કરી છે.
અગાઉ વિકાસ દુબેના બે સાથી પ્રભાત મિશ્રા અને બદઆ દુબેને પોલીસે ઠાર માર્યા હતો. પોલીસે જણાવ્યું છે કે, કાનપુર ટીમ ફરીદાબાદમાંથી વિકાસ પ્રભાત મિશ્રાની ધરપકડ કરી હતી. કાનપુરત લાવતી વખતે તેણે પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું.
જવાબી કાર્યવાહીમાં પ્રભાને ગોળી વાગી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંજ વિકાસન દુબેનો બીજો સાથી બદઆ દુબેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ જાણકારી ઈટાવા એસએસપી આકાશ તોમરે આપી છે.