ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશની પોલીસે તેને લેવા માટે અમદાવાદ આવી હતી.
60 વર્ષીય ગેંગસ્ટરે ઉત્તરપ્રદેશની પોલીસ એકાઉન્ટરમાં ઠાર કરશે તેવો ડર વ્યક્ત કરીને યુપીમાં જવાનો ઇનકાર કર્યો હતો. તેને અપહરણ કેસમાં વીડિયો કોન્ફરન્સ મારફત જુબાનીની માગણી કરી હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ સામેના કેસનો 28 માર્ચે કોર્ટનો ચુકાદો આવવાનો છે.
ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ કસ્ટડીમાં લેવા પહોંચી ત્યારે અતીક અહેમદે સાબરમતી જેલમાંથી બહાર આવવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમે જેલ સત્તાવાળાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અતિક અહેમદને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો.
અતીક અહેમદ 2005માં બનેલા BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસનો મુખ્ય આરોપી છે. તેના પર હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવાનો પણ આરોપ છે. ઉમેશ પાલનું 2005માં અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. અપહરણ કેસમાં સુનાવણીના છેલ્લા દિવસે 24 ફેબ્રુઆરીએ તેની હત્યા કરવામાં આવી હતી. તેનાથી યુપીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા હતા. તેનાથી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જણાવ્યું હતું કે તેઓ માફીઓનો ધૂળ ચટાડશે. ભૂતપૂર્વ સાંસદ અને ઉત્તર પ્રદેશના પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અતીક અહેમદ 100થી વધુ કેસમાં આરોપી છે અને તે એક મોટો ગેંગસ્ટર છે.