ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મંગળવારે થયેલી મતગણતરીના પ્રારંભિક સંકેત મુજબ મહાનગરમં ભાજપનો ભગવો લહેરાઈ જશે શકે છે. રાજ્યના પાટનગરનાી 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 34 બેઠકો પર આગળ છે અથવા જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 03 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર આગળ છે. હાલનો ટ્રેન્ડ જોતા એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભાજપ 44માંથી 40 જેટલી બેઠકો પર જીત હાંસલ કરી શકે છે.
આ મહત્ત્વની ચૂંટણીમાં આ જંગી જીતનો જશ્ન મનાવવા પણ પક્ષે તૈયારી કરી લીધી છે.
તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ પહોંચશે, જ્યાં ગાંધીનગર કોર્પોરેશન ઉપરાંત, અન્ય નગરપાલિકાઓમાં થયેલી પેટાચૂંટણીમાં પક્ષના દેખાવની ઉજવણી કરાશે. આ સિવાય થરા અને ઓખા નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થયો છે.
ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં.
જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથીરાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અને તેમના તમામ પ્રધાનોની એક્ઝિટ બાદ નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવ્યા પછી આ પ્રથમ મહત્ત્વની ચૂંટણી છે.