નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને ગીતા ફાઉન્ડેશન દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે મળીને શનિવાર 2 ઓક્ટોબરના રોજ ‘ગાંધી વોક’નું આયોજન કરવામાં આવ્યું છે. દર વાર્ષે યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યત્વે બપોરે 12.45થી 2.30 દરમિયાન મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી ભાષણો, સંગીત, લોકનૃત્યો રજૂ થશે.
કોવિડ નિયંત્રણોને કારણે આ વર્ષે ટેવિસ્ટોક સ્કવેર ગાંધી પ્રતિમાથી નીકળીને પાર્લામેન્ટ સ્ક્વેર વેસ્ટ મિન્સ્ટર જતી વોક/માર્ચ પર વધારે ભાર આપવામાં આવ્યો નથી. પરંતુ પાર્લામેન્ટ સ્ક્વેરમાં તમામ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા સૌને વિનંતી કરવામાં આવી છે.
આ કાર્યક્રમનું આયોજન ગુજરાતીઝ ઇન યુકે, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ગાંધી ફાઉન્ડેશન, શ્રીમદ રાજચંદ્ર મિશન (એસઆરએમડી યુકે), હિન્દુ ફોરમ (યુકે), વન જૈન – ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, કરમસદ સમાજ, ભાદરણ બંધુ સમાજ, વસો નાગરિક મંડળ યુકે, નડિયાદ નાગરિક મંડળ, ધર્મજ સોસાયટી લંડન, આશ્રમ એશિયન ડે સેન્ટર, હિન્દુ કાઉન્સિલ યુકે, ઇન્ડિયા લીગ, અંજુમન ઇ સૈફી લેસ્ટર, વેદિકા લંડન, ઇન્ડિયા વેલ્ફેર સોસાયટી, ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વિમેનના સાથ સહકારથી કરાયું છે.
સંપર્ક: પ્રવીણભાઇ અમીન 07967 013 871, શરદભાઇ પરીખ 07734 915 211અને રશ્મિ મિશ્રા 07440 635 511.