ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી કરવા દર વર્ષે યોજાતી ગાંધી પીસ વોક આ વર્ષે કોવિડ-19 રોગચાળાને કારણે પાર્લામેન્ટ સ્ક્વેરમાં યોજવાના બદલે તા. 2 ઓક્ટોબર 2020 શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે ઝૂમ પર સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
એમપી બોબ બ્લેકમેન, એમપી બેરી ગાર્ડીનર, ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના યુકે – ઇયુના કન્વીનર વિજય મહેતા, KDA ના નેશનલ ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયા, જાણીતા પત્રકાર ધિમંત પુરોહિત, ન્યુઝ એંકર અજીતા જૈન પ્રાસંગીક પ્રવચન કરશે.
ગીતા ફાઉન્ડેશન, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને ગુજરાતીઝ ઇન યુકેની સહયોગી સંસ્થાઓ વિવેકાનંદ હ્યુમન સેન્ટર, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ગાંધી ફાઉન્ડેશન, શ્રીમદ રાજચંદ્ર મિશન, વન જૈન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી, લોહાણા કોમ્યુનિટિ સાઉથ લંડન, કરમસદ સમાજ, ભાદરણ બંધુ સમાજ, વસો નાગરિક મંડળ યુકે, નડિયાદ નાગરિક મંડળ, ધર્મજ સોસાયટી લંડન, આશ્રમ એશિયન ડે સેન્ટર, હિન્દુ કાઉન્સિલ યુકે, ઇન્ડિયા લીગ, અંજુમન એ સૈફી લેસ્ટર, આશ્રમ ડે સેન્ટર, વૈદિકા લંડન, ઇન્સ્પાયરીંગ ઇન્ડીયન વિમેન, ઇન્ડિયન્સ ઇન લંડન અને ગ્લોબલ ઓર્ગેનાઈઝ ઓફ પીપલ ઑફ ઇન્ડિયન ઓરિજિન (ગોપીયો) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝૂમ લિંક: https://us02web.zoom.us/j/5309415611?pwd=WHV3Z0xET284dkRMSGs3SDdrR1U4QT09 મીટિંગ આઈડી: 530 941 5611 પાસકોડ: 12345 છે. ગુજરાતીઝ ઇન યુકેના ફેસબુક પેજ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે. સંપર્ક: પ્રવિણ અમિન – 07967 013 871 અને શરદ પરીખ 07734 915 211.