મધ્યપ્રદેશમાં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધીમાં કોંગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પચૌરીએ પાર્ટી સાથેના તેમનો પાંચ દાયકાનો સંબંધ તોડીને ભાજપમાં જોડાયાં હતાં. આ પગલું મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી માટે એક મોટો આંચકો સમાન છે, કારણ કે કોંગ્રેસના વધુને વધુ નેતાઓ શાસક ગઠબંધનમાં જોડાઈ રહ્યાં છે.
71 વર્ષના પચૌરી ગાંધી પરિવારના લાંબા સમય સુધીના સહયોગી રહ્યાં છે. કોંગ્રેસમાં તેમણે સંરક્ષણ રાજ્ય પ્રધાન તરીકે અને ચાર વખત રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. પચૌરીએ કહ્યું કે તેઓ સમાજની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે અને કોંગ્રેસ જ્ઞાતિવાદ વગરના સમાજની સ્થાપનાની વાતો કરતી હતી, પરંતુ હવે જ્ઞાતિવાદની વાતો કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસે કરેલા કેટલાંક રાજકીય અને ધાર્મિક નિર્ણયોથી હું નિરાશ થયો હતો. મેં સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપી છે. સેનાની બહાદુરી પર ક્યારેય સવાલ ઉઠાવવામાં આવ્યા નથી. આર્મીની બહાદૂરી અંગે ક્યારેય પુરાવા માંગવામાં આવતા ન હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓએ ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ’ અંગે પુરાવા માગવામાં આવ્યાં હતાં.