1940 ના દાયકામાં ભારતમાં જેલમાં હતા ત્યારે મહાત્મા ગાંધી જે ધાતુનો બૉઉલ અને બે ચમચી અને કાંટાનો ઉપયોગ કરતા હતા તેના હરાજીમાં £80,000 વધુ ઉપજે તેવી સંભાવના છે.
બ્રિટિશ સંસ્થાનવાદી શાસકોએ તેમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આગા ખાન પેલેસમાં નજરકેદ કર્યા હતા ત્યારે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના જનક ગાંધીજી દ્વારા ધાતુની વાટકી, બે ચમચી અને કાંટા (ફોર્ક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓ 1942 થી 1944 સુધી કેદ રહ્યા હતા અને તે સમય દરમિયાન તેમના પત્ની કસ્તુરબાનું અવસાન થયું હતું. છૂટ્યા પછી સુમતી મોરારજી નામના મિત્ર સાથે રહેવા ગયા, જેમણે બાદમાં બૉઉલ અને કટલરી વર્તમાન વિક્રેતાને વેચ્યાં હતાં.
ઑનલાઇન હરાજીમાં બિડ્સ પહેલેથી જ £55,000થી શરૂ થઈ ચૂકી છે, અને ઇસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન ગૃહનું કહેવું છે કે તેઓ માને છે આ કટલરીના £60,000થી £80,000ની ઉપજશે. બ્રિસ્ટોલ સ્થિત આ જ વિક્રેતાએ ગયા વર્ષે ગાંધીજીના ચશ્માની એક જોડી હરાજીમાં £260,000માં વેચી હતી જે તેની નિર્ધારીત કિંમતથી 26 ગણી રકમમાં વેચાઇ હતી.