ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર

0
489

એક્સટર્નલ અફેર્સ મિનીસ્ટ્રીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર હશે.

ગાયત્રી  કુમાર, 1986 બેચના ભારતીય વિદેશી સેવાના અધિકારી છે અને તેઓ ઋચિ ઘનશ્યામના અનુગામી બનશે. કુમાર હાલમાં બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને યુરોપિયન યુનિયનમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં પોતાનો હોદ્દો સંભાળી લે તેવી અપેક્ષા છે.

આ હાઈપ્રોફાઈલ પદ પર તેમની નિમણૂક એવા સમયે આવી છે જ્યારે યુકે શક્તિશાળી યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યા બાદ ભારત સાથેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા વિચારી રહ્યું છે. 30 વર્ષથી વધુ સમયની કારકીર્દિમાં ગાયત્રી કુમારે પેરિસ, કાઠમાંડુ, લિસ્બન અને જિનીવા સહિત અનેક ભારતીય મિશનમાં સેવા આપી હતી.

તેમણે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્ય મથક ખાતે અમેરિકા વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી.