(ANI Photo)

આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ રાજીનામું આપ્યું હતું અને ઋતુરાજ ગાયકવાડને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ કેપ્ટનની મીટિંગમાં હાજરી આપી હતી અને આ સમાચારની પુષ્ટિ IPL અને ટીમ બંને દ્વારા કરવામાં આવી હતી.

ધોનીએ 2008માં IPL સીઝનની શરૂઆતથી આ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાને 2022માં જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં ધોનીને સીઝનની મધ્યમાં સુકાની બનાવવામાં આવ્યો હતો. ધોનીના નેતૃત્વ હેઠળ CSK એ પાંચ વખત IPL ખિતાબ જીત્યો છે. CSKએ જણાવ્યું હતું કે ટીમ નવી સીઝનની રાહ જોઈ રહી છે.

2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીમાં ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર 2021ના રોજ, ગાયકવાડે રાજસ્થાન રોયલ્સ સામે તેની પ્રથમ IPL સદી ફટકારી હતી. તેણે 2021 IPLમાં 635 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી અને તેને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 2022 IPL મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ગાયકવાડને ₹6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY