ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 દેશોની બે દિવસની શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવિવાર, 26 જૂને જર્મનીના મ્યુનિકમાં પહોંચ્યા હતા. મોદી G7 અને ભાગીદાર દેશો વચ્ચે બેઠકો યોજશે. તેઓ પર્યાવરણ, એનર્જી અને ત્રાસવાદના મુદ્દા ચર્ચાવિચારણા કરશે.
વડાપ્રધાન મોદી મ્યુનિકમાં ઇન્ડિયન કમ્યુનિટીને સંબંધોન કરશે. મહામારી બાદ જર્મનીમાં ઇન્ડિયન કમ્યુનિટીનો સૌથી મોટો મેળાવડો હશે. આ ઇવેન્ટ બાદ ઓડી એડોમ વંદે માતરમ ગીતથી સજ્જ કરવામાં આવ્યો હતો.આમંત્રિત દેશ તરીકે ભારત આ બેઠકમાં ઊર્જા, અન્ન સલામતી, આતંકવાદ, પર્યાવરણ જેવા મુદ્દા ઊઠાવશે.
જર્મનીના બાવરિઅન આલ્પ્સમાં રવિવારે જી-૭ દેશોની બે દિવસની બેઠક માટે અનેક દેશોના નેતાઓનું આગમન થયું હતું. મ્યુનિકમાં શનિવારે હજારો દેખાવકારો એકત્ર થયા હતા.દેખાવકારોએ અશ્મીજન્ય ઈંધણનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવો, પ્રાણીઓ અને ગ્રહની જૈવ વિવિધતાની જાળવણી, પૃથ્વી પર બધાને સામાજિક ન્યાય અપાવવો અને ભૂખમરા સામે નક્કર પગલાં લેવા જેવા મુદ્દાઓ પર માગણી કરી છે.
વિશ્વના સાત ધનિક દેશોના જૂથ જી-૭ દેશોની બે દિવસની બેઠક માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાનના વડાપ્રધાન-પ્રમુખોનું જર્મનીમાં શનિવાર બપોરથી આગમન શરૂ થયું હતું રવિવાર અને સોમવાર સુધી ચાલનારી આ બેઠકમાં યુક્રેન પર રશિયાના યુદ્ધ, ક્લાઈમેટ ચેન્જ, ઊર્જા અને ખાદ્ય સલામતી કટોકટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
દરમિયાન જી-૭ બેઠકમાં હાજરી આપવા ભારતથી રવાના થતાં પહેલા મોદીએ જણાવ્યું હતું કે, તેઓ આ બેઠકમાં જી-૭ના નેતાઓ સમક્ષ ઊર્જા, અન્ન સલામતી, સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, આતંકવાદ, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સિવાય વડાપ્રધાન મોદીએ જર્મની ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે ‘ફળદ્રુપ’ બેઠક યોજવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
જી-૭ બેઠકની સાથે મોદી વિશ્વના સાત સમૃદ્ધ દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. મોદી ૨૬-૨૭મીએ જર્મનીમાં જી-૭ સમિટમાં ભાગ લશે અને ૨૮મી જૂને યુએઈમાં રાજપરિવારની મુલાકાત લેશે અને શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક સંદેશ પાઠવશે.