વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટ દરમિયાન 15 દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી વન-ટુ-વન બેઠક કરવાના છે તેવા વૈશ્વિક નેતાઓમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું કે PM મોદી શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને અમેરિકી પ્રેસિડન્ટ અને બાંગ્લાદેશના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ મોરેશિયસના નેતા સાથે પણ બેઠક કરશે. શનિવારે, તેઓ G20 કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત UK, જાપાન, જર્મની અને ઇટાલીના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. બે દિવસીય G20 સમિટ 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં શરૂ થશે અને વિશ્વના મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓનું સાક્ષી બનશે.