cvcxv
cvbcvb

નવી દિલ્હીમાં જી20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હી સહિત દેશભરમાં એર સ્પેસ પર નજર રાખવા માટે ઇન્ડિયન એરફોર્સના ફાલ્કન AWACS એરક્રાફ્ટથી જી 20 સમિટના આસપાસના વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું, તેને આકાશની આંખ કહેવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, નવી દિલ્હીથી નજીક છે તેવા હિંડન, અંબાલા, સિરસા, ભટિંડા ડીફેન્સ એરબેઝ, દિલ્હીની આસપાસ બનેલા એરપોર્ટને સતર્ક રાખવામાં આવ્યા છે. ફાઈટર જેટ રાફેલ, એન્ટી ડ્રોન સિસ્ટમ ઉપરાંત એરફોર્સ દ્વારા 70થી 80 કિલોમીટરના અંતરે નિશાનો પર હુમલો કરી શકે તેવી મિસાઈલો તૈનાત કરી છે. કોઈપણ અજાણ્યા એરક્રાફ્ટ અથવા મિસાઈલને શોધવા માટે એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સીસ્ટમ્સ તૈનાત કરવામાં આવી હતી.

વાયુસેનાનું પ્રથમ સ્વદેશી સર્વેલન્સ એરક્રાફ્ટ ‘નેત્રા’એ દિલ્હી ક્ષેત્રની એર સ્પેસ પર નજર રાખી હતી. કટોકટીની સ્થિતિમાં NSG કામગીરી માટે ભારત મંડપમ પાસે હેલિકોપ્ટર તૈનાત છે. 200થી વધુ કમાન્ડોને આવા ઓપરેશનમાં તાલીમ આપવામાં આવી હતી.

LEAVE A REPLY