G20માં ભારતની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય પ્રધાનોની બેઠકનો 17 ઓગસ્ટથી ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. આ બેઠક 19 ઓગસ્ટ સુધી ચાલશે. ગુજરાતમાં ખાતેની આ બેઠકમાં 19 સભ્ય દેશો, 10 આમંત્રિત દેશો અને 22 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે.
ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. આ બેઠકમાં જી-20 હેલ્થ ટ્રેકની મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેમાં હેલ્થ ઇમર્જન્સી પ્રિવેન્શન, એન્ટી માઇક્રોબિયલ રિસ્ટેન્સ પર ફોકસ સાથે તૈયારી, ફાર્મા સેક્ટરમાં સહકારમાં વધારો, ડિજિટલ હેલ્થ ઇનોવેશન, યુનિવર્સલ હેલ્થ કવરેજનો સમાવેશ થાય છે.
G20 આરોગ્ય પ્રધાનોની બેઠકની ફોકસ ઈવેન્ટ તરીકે 19 ઓગસ્ટના રોજ સંયુક્ત નાણા-આરોગ્ય પ્રધાનોની બેઠક પણ યોજાશે. G20 આરોગ્ય પ્રધાનની બેઠક ઉપરાંત, ચાર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમીટ, ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023, વન અર્થ વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “G20 પરંપરાગત દવામાં ભારતનું નેતૃત્વ દર્શાવવાની એક અનોખી તક છે. વર્ષના અંત સુધીમાં, 12,500થી વધુ આયુષ આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સમગ્ર દેશમાં કાર્યરત થશે. ગુજરાતના જામનગર ખાતેનું ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિન્સ વિકાસશીલ દેશમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે.