નવી દિલ્હી ખાતે જી-20 લીડર્સ સમિટના ભાગરૂપે ભારત મંડપમ્ ખાતેના ભારતીય પેવેલિયનમાં વિવિધ રાજ્યોની હસ્તકળા અને વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટ્રાઇફેડ), આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા ‘ટ્રાઇબ્સ ઇન્ડિયા’ પેવેલિયનમાં પરંપરાગત આદિવાસી કળા, કલાકૃતિઓ, પેઇન્ટિંગ્સ, માટીકામ, ટેક્સટાઇલ્સ, ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ્સ અને અન્ય ઘણાં ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું આયોજન ક્રાફ્ટ્સ બજાર (હોલ 3) ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં ગુજરાતના પિથોરા કલાના જાણીતા કલાકાર પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત પરેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને મધ્ય પ્રદેશની રાઠવા, ભીલાલા, નાયક અને ભીલ જનજાતિના પૂજનીય અને કર્મકાંડવાદી કલાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, છતીસગઢ અને મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી અરાકુ વેલી કોફી, મધ, કાજુ, ચોખા, મસાલા જેવા કુદરતી ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે ટ્રાઇફેડ દ્વારા પ્રમોટ કરવામાં આવેલા ઘણા ઉત્પાદનોમાં સ્થાન ધરાવે છે. આ તમામ અન્ય ઘણા ઉત્પાદનોની સાથે ટ્રાઇબ્સ ઇન્ડિયા પેવેલિયનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં વિવિધતામાં એકતા, સાંસ્કૃતિક અને પરંપરાગત કોલાજ, રાષ્ટ્રના વારસાની સમૃદ્ધિ, આ તમામને એક જ છત હેઠળ દર્શાવવામાં આવ્યા હતા.