માઇનિંગ ટાયકૂન અનિલ અગ્રવાલે જણાવ્યું છે કે પહેલી એપ્રિલથી શરૂ થયેલું વર્તમાન નાણાકીય વર્ષ તેમના વેદાંત ગ્રૂપ માટે પરિવર્તનકારી વર્ષ હશે. આ ગ્રૂપ હવે શિસ્તબદ્ધ વૃદ્ધિને પ્રાથમિકતા આપી રહી છે અને ગ્રૂપની મુખ્ય કંપની આગામી ત્રણ વર્ષમાં 3 બિલિયન ડોલરના દેવામાં ઘટાડો કરશે.
શેરધારકોને એક સંદેશાવ્યવહારમાં વેદાંત લિમિટેડના ચેરમેન અગ્રવાલે જણાવ્યું હતું કે જૂથ તંદુરસ્ત બેલેન્સ શીટ જાળવી રાખીને ટકાઉ વૃદ્ધિને અનુસરશે. તેમાં આગામી 3 વર્ષમાં વેદાંત રિસોર્સિસના 3 બિલિયન ડોલરના દેવાના ડિલિવરિંગ (પેરેન્ટ) અને 2 વર્ષમાં 7.5 બિલિયન ડોલરનું વાર્ષિક જૂથ EBITDA હાંસલ કરવાનો સમાવેશ થાય છે. FY25 અમારા માટે ઘણા મોરચે પરિવર્તનકારી વર્ષ હશે કારણ કે અમે શિસ્તબદ્ધ વૃદ્ધિ, ઓપરેશનલ શ્રેષ્ઠતા અને વેલ્યુ ચેઇન સાથે તકોની શોધને પ્રાથમિકતા આપી રહ્યાં છીએ.
વેદાંતે અગાઉ જણાવ્યું હતું કે તે એલ્યુમિનિયમ અને ઝિંકથી લઈને આયર્ન ઓર, સ્ટીલ અને ઓઈલ અને ગેસ સુધીના બિઝનેસોમાં 6 બિલિયન ડોલરનું રોકાણ કરશે, જેનાથી 6 બિલિયન ડોલરથી વધુની વધારાની આવક ઊભી થશે. તેનાથી EBITDAને 5 બિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષમાં 2024-25 (FY25)માં 6 બિલિયન ડોલર અને FY26 સુધીમાં USD 7.5 બિલિયન ડોલર થશે.
31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં સંચાલકીય દેખાવ અંગે તેમણે તેમણે જણાવ્યું હતું કે વેદાંતે ઉત્પાદનની ઓછી કિંમત અને માર્જિનમાં વધારો કરીને 2.37 મિલિયન ટન એલ્યુમિનિયમનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક ઉત્પાદન હાંસલ કર્યું છે. લાંજીગઢ રિફાઇનરીની ઉત્પાદન ક્ષમતા વધારીને 5 મિલિયન ટન કરાશે. હિન્દુસ્તાન ઝિંકે તેનું અત્યાર સુધીનું સૌથી વધુ 1.07 મિલિયન ટન મેટલનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા છ ત્રિમાસિક ગાળામાં ઓપરેશનલ કાર્યક્ષમતાના કારણે ખર્ચમાં 15 ટકાનો ઘટાડો થયો છે
વેદાંત લિમિટેડનું હાલનું ચોખ્ખું દેવુ 13 અબજ ડોલર છે, જેને 2026-27ના નાણાકીય વર્ષ દરમિયાન ઘટાડીને 9 અબજ ડોલર કરાશે. મુખ્ય કંપની વેદાંત રિસોર્સિસે છેલ્લાં બે વર્ષમાં દેવામાં 3.5 બિલિયન ડોલરનો ઘટાડો કરીને તેની બેલેન્સશીટ મજબૂત બનાવી છે. વેદાંત રિસોર્સિસ તેના ચોખ્ખા દેવાને ઘટાડીને 6 બિલિયન ડોલર કરશે.