રિલાયન્સ રિટેલ સાથેની 3.4 બિલિયન ડોલરની ડીલમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાના સિંગલ જજના આદેશને કિશોર બિયાનીની આગેવાની હેઠળની ફ્યુચર રિટેલે બુધવારે દિલ્હી હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. ફ્યુચર અને રિલાયન્સના આ સોદા સામે અમેરિકાની ઇ-કોમર્સ કંપની એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે ફ્યુચર ગ્રૂપમાં એમેઝોને પણ રોકાણ કરેલું છે.
ફ્યુચર રિટેલ બિઝ બજાર, ઇઝી ડે અને સેન્ટ્રલ જેવા રિટેલ સ્ટોર ધરાવે છે. ફ્યુચર રિટેલે જણાવ્યું હતું કે રિલાયન્સને રિટેલ બિઝનેસ વેચવાની ડીલ નહીં થાય તો કંપનીનું લિક્વિડેશન કરવું પડશે. જસ્ટિસ જે આર મિધાએ મંગળવારે જણાવ્યું હતું કે અમેઝોનના હકોના રક્ષણ માટે તાકીદનો વચગાળાનો આદેશ આપવાની જરૂર છે.
સિંગાપોરના ઇમર્જન્સી આર્બિટ્રેટર (ઇએ)ના આદેશનો અમલ માટે આદેશ આપવાની એમેઝોનને હાઇ કોર્ટમાં માગણી કરી હતી. સિંગાપોરના ઇમર્જન્સી આર્બિટ્રેટરે ફ્યુચર-રિલાયન્સના સોદાને અટકાવી દીધો હતો. Amazon.com NV ઇન્વેસ્ટમેન્ટે હોલ્ડિંગ્સે આર્બિટ્રેટરના આદેશનું જાણીજોઇને પાલન ન કરવા માટે બિયાની, FCPL અને FRLના ડિરેક્ટર્સ અને બીજા સંબંધિત પક્ષકારોને અટકાયતામાં લેવાની અને તેમની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ માગણી કરી હતી. હકીકતમાં ફ્યુચર ગ્રૂપના આ રિટેલ બિઝનેસના મુદ્દે માટે એમેઝોન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો કોર્પોરેટ જંગ હોવાનું માનવામાં આવે છે.
ફ્યુચર રિટેલે 3.38 બિલિયન ડોલરમાં રિલાયન્સને તેના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક અને બીજા કેટલાંક બિઝનેસનું વેચાણ કરવાની ડીલ કરી હતી. આ સોદોને નેશનલ એક્સ્ચેન્જિસ અને સ્પર્ધાપંચે મંજૂરી આપી દીધી દીધી છે.