હેલ્થ સેકેટરી મેટ હેનકોકે કહ્યું છે કે કોવિડ-19ના બીજા મોજાને ટાળી શકાય તેમ છે પરંતુ તે ધારીએ એટલું સરળ નથી. આ શિયાળામાં કોરોનાવાયરસના બીજા મોજાની સ્થિતિમાં ઇંગ્લેન્ડભરના વિસ્તારો પ્રતિબંધો અને ખૂબ વ્યાપક સ્થાનિક લોકડાઉનનો સામનો કરી શકે છે.
મેટ હેનકોકે જણાવ્યું હતું કે “સૌથી ખરાબ પરિસ્થિતિમાં બ્રિટનમાં કોરોનાવાયરસમાં ઉછાળો આવી શકે છે અને મોસમી ફ્લૂના ખરાબ પ્રકોપનો પણ સામનો કરવો પડશે. કારણ કે તે સમયે લોકોએ ઘરની અંદર વધુ સમય વિતાવવો પડશે. બીજો તરંગ વિશ્વના અન્ય ભાગોમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. તે ખૂબ જ ગંભીર ખતરો છે. પરંતુ યુકેમાં હજી સુધી અમે ટેસ્ટ એન્ડ ટ્રેસ અને સ્થાનિક લૉકડાઉન્સના સંયોજન દ્વારા નવા કેસની સંખ્યાને ફ્લેટ રાખવાનું મેનેજ કરી રહ્યા છીએ. આગામી શિયાળામાં ખરાબ ફ્લૂ અને કોરોનાવાયરસમાં વૃદ્ધિને કારણે ખૂબ વ્યાપક સ્થાનિક લોકડાઉનનો ઉપયોગ કરવો પડશે અથવા આગળની રાષ્ટ્રીય કાર્યવાહી કરવી પડશે. જ્યાં સુધી રસીને માન્યતા નહિં મળે ત્યાં સુધી સુધી, દાદા-દાદી આ નાતાલમાં તેમના પૌત્રોને ભેટી શકશે નહીં. હું સામાજિક સંપર્ક પરના નિયંત્રણોને દૂર કરવામાં સમર્થ છું, પરંતુ તે પ્રતિબંધો આ સમયે એકદમ જરૂરી છે. ”
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને દેશવ્યાપી લોકડાઉન થવાની સંભાવનાને “પરમાણુ અવરોધક” તરીકે ઓળખાવી હતી. તેમણે ગયા મહિને કહ્યું હતું કે “હું તેનો ઉપયોગ ચોક્કસપણે કરવા માંગતો નથી. અને ન તો મને લાગે છે કે અમે ફરીથી તે સ્થિતિમાં આવીશું. ફક્ત છેલ્લા ઉપાય તરીકે શાળાઓ ફરીથી બંધ કરવામાં આવશે.’’ સીટી સેન્ટર મરી રહ્યા છે તેવી ચિંતાઓ વચ્ચે તેઓ આવતા મહિને લોકોને ફરીથી કામ પર લાવવા માટે દબાણ કરશે તેવી અપેક્ષા છે.
મેટ હેનકોકે જણાવ્યું હતું કે “આવતા વર્ષે રસી ઉપલબ્ધ થવાની સંભાવના છે. જોકે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર ત્રણ સંરક્ષણની લાઇનો પર આધાર રાખે છે: સામાજિક અંતર, એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ અને સ્થાનિક લોકડાઉન. આ વાયરસની પ્રકૃતિ અને તેની બાયોલોજીના કારણે તે ઠંડા વાતાવરણમાં લાંબું ટકી રહે છે. ઘર કરતાં બહાર વધુ સલામત છે. અમે હોસ્પિટલોની ક્ષમતા વધારવા માટે કામ કરી રહ્યા છીએ જેથી ખાતરી થાય કે એનએચએસ શિયાળા માટે તૈયાર છે.
કોરોનાવાયરસના બીજી તરંગને કારણે આવનારા રાષ્ટ્રીય પ્રતિબંધોની સંભાવના બિઝનેસ લીડર્સ અને બ્રિટનના લોકો માટે પણ ચિંતાજનક છે.