Massive increase in petrol-diesel prices by 35 rupees per liter in Pakistan

શનિવાર 23 માર્ચથી સમગ્ર યુકેમાં પેટ્રોલ અને ડીઝલ માટેની ફ્યુઅલ ડ્યુટીમાં 5 પેન્સનો ઘટાડો કરવામાં આવતાં વસતા લાખો વાહન ડ્રાઇવરોને તેના લાભ સાથે પ્રોત્સાહન મળશે. દેશના  કાર ચાલકો આ વર્ષે લગભગ £50 અને £250ની બચત કરશે. જે મોટરચાલકો માટે કુલ £13 બિલિયનનો ટેક્સ કટ છે.

ચાન્સેલર જેરેમી હંટે સ્પ્રિંગ બજેટમાં 12 મહિનાના ફ્યુઅલ ડ્યુટીમાં 5 પેન્સના ઘટાડાની જાહેરાત કરી હતી. રોગચાળાને પગલે વૈશ્વિક પુરવઠાની સમસ્યાઓ તેમજ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઈંધણના ઊંચા ભાવ સામે લડવા માટે માર્ચ 2022માં કામચલાઉ પ્રથમ વખત કાપ રજૂ કરાયો હતો.

પાછલા વર્ષમાં, ફુગાવો અડધા કરતાં વધુ ઘટી ગયો છે; અર્થતંત્ર રોગચાળા બાદ વધુ ઝડપથી રીકવર થયું છે; અને દેવું ઘટવાના માર્ગે છે.

આ ઘટાડાથી ડ્રાઇવરો વાર્ષિક £50 અને સરેરાશ કમાનાર વાર્ષિક £900 બચાવી શકશે.

દરમિયાન, પબ, બ્રૂઅરીઝ અને ડિસ્ટિલરીઝને ફેબ્રુઆરી 2025 સુધી આલ્કોહોલ ડ્યૂટીને વધુ ફ્રીઝ કરવાથી ફાયદો થશે – ઓટમ સ્ટેટમેન્ટમાં જાહેર કરાયેલ છ મહિનાના આલ્કોહોલ ડ્યુટી ફ્રીઝને 1 ફેબ્રુઆરી 2025 સુધી લંબાવવામાં આવશે, આ વર્ષે ફુગાવો ઘટાડીને સમગ્ર યુકેમાં 38,000 પબને ફાયદો થશે.

LEAVE A REPLY