પેટ્રોલ-ડીઝલ વેચતી ચેઇન્સ દ્વારા વાહનચાલકોને પ્રતિ લિટર વધારાના 6 પેન્સ ચૂકવવાની ફરજ પાડવામાં આવી હોવાના રીપોર્ટ બાદ ફ્યુઅલ ફાઇન્ડર સ્કીમ થકી ભાવોની સરખામણી એપ, ઓનલાઈન અને તેમના સેટ-નેવ્સ દ્વારા કરી શકાય તે માટેની એક સ્કીમ વડા પ્રધાન દ્વારા સેટ કરવામાં આવનાર છે. ચાર મોટા સુપરમાર્કેટના ગ્રાહકોએ ગયા વર્ષે વધારાના £900 મિલિયન ચૂકવ્યા હતા જે લગભગ £75 મિલિયન પ્રતિ માસ છે.
કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA)ના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ‘’આ કેસમાં ખાસ કરીને ડીઝલ વાહનોના ડ્રાઇવરો પ્રભાવિત થયા હતા અને વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન તમામ રિટેલર્સના માર્જિનમાં વધારો થવાથી તેમને પ્રતિ લિટર 13 પેન્સનો વધારાનો ખર્ચ થયો હતો.’’
વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે “જ્યારે લોકો વધતા જીવન ખર્ચ માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે તે યોગ્ય નથી કે ડ્રાઇવરો પાસેથી વધુ નાણાં પડાવવામાં આવે. એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સ કાયદાની રજૂઆત સહિતના ફેરફારોનું નેતૃત્વ કરશે.