સરકાર સમર્થિત પાર્કર રિવ્યુએ FTSE 350 કંપનીઓ અને યુકેની 50 મોટી ખાનગી કંપનીઓના બોર્ડમાં વંશીય વિવિધતાને દર્શાવતા તેના 2023ના તારણો જાહેર કર્યા છે. જેમાં જાણવા મળ્યુ છે કે 96 જેટલી FTSE 100 કંપનીઓએ તેમના બોર્ડ પર ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટરનું લક્ષ્ય જાળવી રાખ્યું છે.
FTSE 100 કંપનોમાં વંશીય લઘુમતી સીઈઓની સંખ્યા 2023માં સાતથી વધીને 12 થઈ છે. વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમોમાં વંશીય વિવિધતા પર અધિકૃત ડેટા પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યો છે, જેમાં FTSE 100 કંપનીઓમાં વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી 13 ટકા અને FTSE 250માં 12 ટકા છે.
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ સાથે સહયોગ કરીને અને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા પ્રાયોજિત, આ રિપોર્ટ કોર્પોરેટ નેતૃત્વમાં વિવિધતાની પહેલનો અભ્યાસ કરે છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ સાથે સહયોગ કરીને અને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા પ્રાયોજિત, આ રિપોર્ટ કોર્પોરેટ નેતૃત્વમાં વિવિધતાની પહેલનો અભ્યાસ કરે છે.
પાર્કર રિવ્યુ કમિટીના અધ્યક્ષ ડેવિડ ટેલરે ટિપ્પણી કરી હતી કે “અમે આ વર્ષે FTSE 350 બોર્ડમાં વંશીય વિવિધતા પર સતત સારી પ્રગતિ જોઈ છે. પ્રથમ વખત, અમારી પાસે વરિષ્ઠ મેનેજમેન્ટમાં વંશીય લઘુમતી પ્રતિનિધિત્વ પર પણ અધિકૃત ડેટા છે.’’
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇકોનોમિક સિક્યુરીટી નુસરત ગનીએ જણાવ્યું હતું કે “આ અહેવાલ બ્રિટિશ બિઝનેસીસમાં ખૂબ જ ટોચ પર મુખ્ય ભૂમિકાઓમાં – વંશીયતાને ધ્યાનમાં લીધા વિના – શ્રેષ્ઠ પ્રતિભાને સુરક્ષિત કરવા માટે યુકેની સતત સફરને ચાર્ટ કરે છે. બ્રિટિશ બોર્ડરૂમ્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમો ખરેખર બ્રિટિશ સમાજનું પ્રતિબિંબિત કરે છે તેની ખાતરી આપવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.”