પ્રતિક તસવીર (ANI Photo/ Shrikant Singh)

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે જણાવ્યું હતું કે ભારત સાથે મુક્ત વેપાર સોદો થશે તેનો  તેમનો વિશ્વાસ છે, પરંતુ હજુ પણ સખત મહેનત કરવાની જરૂર છે.

જી-20 સમીટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ સુનકે જણાવ્યું હતું કે બંને દેશોને વેપાર સોદો સફળ થાય તે જોવાની ઈચ્છા છે… પરંતુ હજુ ઘણી મહેનત કરવાની બાકી છે. તેનાથી બંને દેશોનો ફાયદો થવો જોઇએ.

આ વેપાર સોદા પર વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી અને તે પહેલાથી જ ઘણી રાજકીય મહેતલ ચૂકી ગઈ છે. પરંતુ બ્રિટન અને ભારત બંને તરફથી તાજેતરની ટિપ્પણીઓ સૂચવે છે કે પ્રગતિ થઈ છે. ભારતની મુલાકાત પહેલા સુનકે જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારની ભારત સાથે સોદો કરવા માટે ઇમિગ્રેશનમાં ઘટાડો કરવાના તેના અભિગમમાં ફેરફાર કરવાની કોઈ યોજના ધરાવતી નથી.

અગાઉ વાટાઘાટો વાકેફ  એક બ્રિટીશ સ્ત્રોતે જુલાઈમાં જણાવ્યું હતું કે વાટાઘાટોમાં વેગ આવ્યો હતો, પરંતુ પરંતુ સમજૂતી કરવા માટે સર્વિસ અને ટેરિફ પર વધુ કામ કરવાની જરૂર છે.

ભારતીય વેપાર મંત્રાલયના એક ટોચના અધિકારીએ જુલાઈમાં જણાવ્યું હતું કે બંને દેશો આ વર્ષે વેપાર સોદા પર હસ્તાક્ષર કરી શકે છે કારણ કે તેઓ વ્યાપક રૂપરેખા પર સર્વસંમતિ સાધી શક્યતા છે, પરંતુ સુનકે શનિવારે કહ્યું હતું કે તે ડીલ પર મનસ્વી સમયમર્યાદા સ્વીકારશે નહીં.

 

 

LEAVE A REPLY