યુકે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કેનેડામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના કેનેડાના “ગંભીર આરોપો” બાદ પણ યુકેની ભારત સાથેની વેપાર વાટાઘાટોને અસર થશે નહીં.
10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન ઋષિ સુનકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’યુકે કેનેડિયન સત્તાવાળાઓ સાથે આ ગંભીર આરોપો અંગે ગાઢ સંપર્કમાં છે. કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન વધુ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે. જો કે ભારત સાથે વેપાર વાટાઘાટો પર કામ પહેલાની જેમ ચાલુ રહેશે.’’
ભારત અને યુકે આ મહિનાની શરૂઆતમાં “સીમાચિહ્ન” મુક્ત વેપાર કરાર (FTA) તરફ ગતિએ કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.