
પોલેન્ડની ટીનેજર (19 વર્ષની) ઈગા સ્વિઆટેકે પોતાની 21 વર્ષની અમેરિકન હરીફ સોફીઆ કેનિકને હરાવી શનિવારે ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનની ચેમ્પિયન કેનિનને સીધા સેટ્સમાં 6-4, 6-1થી હરાવી પોલિશ ટીનેજરે રેન્કીંગ વિનાની હરીફ તરીકે મેજર અપસેટ કર્યો હતો. તે સિંગલ્સમાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી પોલેન્ડની પ્રથમ ખેલાડી છે.
1997મા ઇવા માજોલી પછી ટીનેજર ચેમ્પિયન તરીકે 23 વર્ષ પછી સ્વિઆટેકે સફળતા હાંસલ કરી હતી.
