France's highest civilian award to Tata Group chief Chandrasekaran
ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના ચેરમેન ટરાજન ચંદ્રશેખરન (ANI Photo)

ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં યોગદાન આપવા બદલ ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરનનું ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડી લા લીજન ડી’ઓનિયર સન્માન કરવામાં આવ્યું છે.

ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના પ્રધાન કેથરીન કોલોનાએ મંગળવારે સાંજે ફ્રાન્સના પ્રેસિડન્ટ વતી ચંદ્રશેખરનને આ એવોર્ડ આપ્યો હતો.

ટાટા ગ્રુપે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે અમારા અધ્યક્ષ એન ચંદ્રશેખરનને યુરોપ અને વિદેશી બાબતોના ફ્રેન્ચ પ્રધાન તરફથી શેવેલિયર ડે લા લીજન ડી’ઓનિયર એવોર્ડ એનાયત થયો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ એનાયત કર્યા પછી કોલોનાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપની કંપનીઓ ફ્રાન્સ-ભારત ભાગીદારીમાં એક મુખ્ય ખેલાડી છે: મને ફ્રાન્સના પ્રેસિડન્ટ વતી CEOને એનાયત કરવામાં મને આનંદ થયો છે. પ્રિય નટરાજન ચંદ્રશેખરન, તમે ફ્રાન્સના મિત્ર છો

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લેનેને પણ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, “પ્રિય નટરાજન ચંદ્રશેખરન, તમે ફ્રાન્સના સાચા મિત્ર છો.” આ વર્ષની શરૂઆતમાં ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ એરબસ પાસેથી 250 એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ સાથે મલ્ટિ-બિલિયન ડોલરનો સોદો કર્યો હતો, જેમાં 210 A320 નિયો પ્લેન અને 40 A350 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY