કિશોરવયના બે યુવકો પર ફ્રેન્ચ શિક્ષકની હત્યા બદલ આરોપ મુકવામાં આવ્યો છે. તેમના પર બુધવારે ત્રાસવાદી હત્યામાં ભાગીદારીનો આરોપ મુકવામાં આવ્યો છે, તેમ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું. વધ કરાયેલા શિક્ષકને રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
પ્રેસિડેન્ટ ઇમ્માન્યુઅલ મેક્રોને અગાઉ પેરિસની સોર્બોન યુનિવર્સિટીમાં એક સમારંભમાં જણાવ્યું હતું કે, અમે કાર્ટૂન બનાવવાનું બંધ કરીશું નહીં, આ સમારંભમાં શિક્ષક પેટીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં સ્વતંત્ર અભિવ્યક્તિ પરના નાગરિક વર્ગની ચર્ચામાં મોહમ્મદ પયગમ્બરના કાર્ટૂન્સ બતાવવા બદલ તેમની હત્યા કરવામાં આવી હતી.
પ્રેસિડેન્ટે પેટીને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘લીજન ઓફ ઓનર’ એનાયત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ફ્રેન્ચ રીપબ્લિકના બિનસાંપ્રદાયિક, લોકશાહી મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમની ‘કાયરો’ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
‘તેની હત્યા એટલા માટે થઇ હતી કે ઇસ્લામવાદીઓને આપણું ભવિષ્ય જોઈએ છે. જે તેમની પાસે ક્યારેય નહીં હોય.’અગાઉ બુધવારે એન્ટી ટેરર પ્રોસિક્યુટર જીન-ફ્રાન્કોઇસ રીકાર્ડે જણાવ્યું હતું કે, 14 અને 15 વર્ષની વયના બે કિશોરો એ વિદ્યાર્થીઓના જૂથમાં હતા, જેમાં તેમણે 300-350 યુરો વહેંચ્યા હતા અને તેની ઓફર પેટીને શોધવા માટે હત્યારાએ કરી હતી.
તેમાંથી બે કિશોરો હત્યારાઓ સાથે રહ્યા હતા. તેમાં ચેચન્યામાં જન્મેલ 18 વર્ષના અબ્દુલ્લા એન્ઝોરોવ બે કલાક કરતા વધુ સમયથી પેટીની રાહ જોતો હતો, તેમ છતાં તેણે મોહમ્મદના કાર્ટૂન પર તેમને ‘અપમાનિત કરવું અને હુમલો કરવા’ની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઘણા મુસ્લિમોએ તેને ધૃણાજનક ગણાવ્યું હતું, તેમ રીકાર્ડેએ કહ્યું હતું.
પછી પેટી જુનિયર હાઇસ્કૂલથી પગપાળા ઘરે જતા હતા ત્યારે એન્ઝોરોવે પેટીની હત્યા કરી હતી, જ્યાં તેને પેરિસની બહાર કોનફ્લાન્સ-સેંટ-ઓનોરિનના પરામાં ભણાવ્યો હતો. આ બંનેનો સાત લોકોમાં સમાવેશ થાય છે જેના ઉપર સત્તાવાળાઓએ હત્યાના આરોપ મુક્યો છે. એન્ઝોરોવે પેટીને ચાકુથી માર્યા પછી અને પોલીસના તેના પર ગોળીબાર પહેલા તેણે શિક્ષકના ઇજાગ્રસ્ત માથાની તસ્વીર ટ્વીટ કરી હતી. પેટીના ઘણા વિદ્યાર્થીઓએ વિચલિત કરનાર આ તસ્વીર ઓનલાઇન જોઇ હતી.
પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે, અન્ય લોકોમાં પેટીની એક વિદ્યાર્થિનીના પિતા પણ સામેલ છે, જેમણે શિક્ષક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું હતું, જોકે, કાર્ટૂન બતાવવામાં આવ્યા હતા ત્યારે તેમની પુત્રી વર્ગમાં નહોતી. આ વિદ્યાર્થિનીના પિતાએ હત્યાના દિવસોમાં એન્ઝોરોવ સાથે વોટ્સએપ પર મેસેજીસની આપ-લે પણ કરી હતી. ચોથો શંકાસ્પદ વ્યક્તિ જાણીતો ઇસ્લામિક કટ્ટરપંથી છે તેણે આ પિતાને તેમના કેમ્પેઇનમાં મદદ કરી હતી.