ફ્રાંસ સરકાર કોરોના વાઇરસના રોગચાળાના કારણે બે મહિનાના લોકડાઉન પછી નિયંત્રણો હળવા બનાવવાની તૈયારી કરી રહી છે. નવા નિયમોમાં હવે યુરોપિયન યુનિયન, શેન્ઝેન વિસ્તાર અથવા બ્રિટનથી આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરાશે નહીં, તેમ જણાવાયું છે.
અગાઉ સરકારે એવું જણાવ્યું હતું કે, આ સંકટમાં વધુ મુશ્કેલી નિવારવા માટે ઓછામાં ઓછા 24 જુલાઇ સુધી ઇમરજન્સી લંબાવશે, અને ફ્રાન્સમાં પ્રવેશનારા કોઈપણને બે અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહેવું પડશે. એ નિયમો જો કે, યુરોપિયન યુનિયન, સેન્ઝેન વિસ્તાર અથવા બ્રિટનથી આવનારાઓને લાગુ પડશે નહીં અને તેમાં તેમની નાગરિકતા ધ્યાનમાં નહીં લેવાય.
ફ્રાન્સ આવનારા ફ્રેન્ચ તેમજ અન્ય યુરોપિયન યુનિયનના અને બ્રિટિશ નાગરિકો તેઓ સેન્ઝેન સિવાયના યુરોપના વિસ્તારો, સેન્ઝેન વિસ્તારોમાંથી આવતા હશે તો તેમના માટેના નિયમો આગામી દિવસોમાં જાહેર કરાશે.
સરકારે જણાવ્યું હતું કે, ફ્રાન્સે માર્ચના મધ્યમાં, ખાસ કરીને જર્મનીની સરહદ પર કોરોના વાઇરસનો ચેપનો ફેલાવો મર્યાદિત કરવા માટેના સખત કડક સરહદ નિયંત્રણો યથાવત રાખવામાં આવશે.
આપણી સરહદો પર મુસાફરી પરના પ્રતિબંધો યથાવત રહેશે અને તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સમાં આ વાઇરસથી નવા મૃત્યુની સંખ્યા ઘટી રહી છે, રવિવારે 24 કલાકમાં 135 મૃત્યુ નોંધાયા હતા.નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા મુજબ આ સંખ્યા સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 24, 895 થયો છે, જે અમેરિકા, ઇટલી, બ્રિટન અને સ્પેન પછી વિશ્વમાં સૌથી વધુ છે.
આ આંકડામાં કેર હોમ્સ તથા અન્ય મેડિકલ સુવિધા દ્વારા નોંધાયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે.ફ્રાન્સમાં 11 મેથી લોકડાઉન ઉઠાવી લેવાનું સરકાર વિચારે છે. જેથી બાળકો તબક્કાવાર સ્કૂલમાં જઇ શકે, કેટલાક બિઝનેસ ફરીથી શરૂ થશે અને લોકો કારણ બતાવ્યા વગર તેમના ઘરથી 100 કિલોમીટર (60 માઇલ) વિસ્તારમાં મુસાફરી કરી શકશે.
પરંતુ આરોગ્ય પ્રધાન ઓલિવિઅર વેરને રવિવારે ચેતવણી આપી હતી કે આ કોવિડ-19ના ચેપના કેસમાં વધુ ઘટાડો અને ખાસ તો પેરિસ ક્ષેત્ર અને ઉત્તર-પૂર્વ ફ્રાન્સ જેવા ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર આધારિત રહેશે.