ફ્રાંસમાં ધર્મના નામે તાજેતરમાં થયેલી હત્યાઓને ભારતની 130 જાણીતી હસ્તીઓ શનિવારે એક નિવેદન જારી કરીને આકરી ટીકા કરી છે. ફિલ્મ અભિનેતા નસરૂદ્દીન શાહ, શબાના આજમી, સ્વરા ભાસ્કર, જાવેદ અખ્તર, તુષાર ગાંધી, વકીલ પ્રશાંત ભૂષણ સહિત 100થી વધારે ભારતીય હસ્તીઓએ સાથે મળીને ફ્રાંસમાં ધર્મના નામ થયેલી હત્યાઓની નિંદા કરતું નિવેદનું જારી કર્યું છે.
આ લોકોમાં બોલિવૂડઅભિનેતા, લેખક, વકીલ, સામાજિક કાર્યકર્તા સહિત અનેક લોકો સામેલ છે. આ લોકોએ સંયુક્ત નિવેદનમાં ફ્રાંસમાં થયેલા હુમલાની નિંદા કરી છે અને કેટલાક મુસ્લિમ ધાર્મિક અને રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવેલા અપમાનજનક નિવેદનનો વખોડી કાઢ્યા હતા, જેમાં તેમણે ફ્રાંસમાં થયેલી હત્યાઓને તર્કસંગત હોવાની વાત કરી હતી. કુલ 130 હસ્તીઓએ આ નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે બીજા દ્વારા કરવામાં આવેલા સમાન ગુનાઓની તુલના કરીને ગુનાઓને તર્કસંગત બનાવવું એક તર્કહીન છે.