ફ્રાંસના ગ્રેનોબલ શહેરની વહીવટ કોર્ટે સ્વિમીંગ પુલોમાં મુસ્લિમ મ‌હિલાઓને ‘બુર્કીનીસ’ પહેરવાની મંજૂરીનો ‌નિયમ રદ કરીને નવો ‌વિવાદ જગાવ્યો છે. જોકે ગૃહપ્રધાન જેરાલ્ડ ડાર્મેનીયને કોર્ટના ‌નિર્ણયને આવકાર્યો હતો.
બુર્કીની પ્ર‌તિબંધ દ્રેષભાવ ‌કિન્નાખોરી દર્શાવે છે તેવી દલીલ કરનારાઓ સામે ફ્રાંસની સાંપ્રદા‌યિક મૂલ્ય જાળવણીના ‌હિમાયતીઓનો ‌વિરોધ લાંબા સમયથી મતભેદ જગાવતો રહ્યો છે ત્યારે કોર્ટનું રૂ‌લિંગ આ મામલામાં ‌વિવાદને વધુ ઘેરો બનાવી શકે છે. મુ‌સ્લિમ મ‌હિલાઓ દ્વારા સ્વિમીંગ પુલોમાં પહેરાતો ઓલ-ઇન-વન સ્વિમશૂટ આખા શરીર અને વાળને ઢાંકે છે.
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રૂ‌લિંગમાં જણાવ્યું હતું કે, કાઉ‌‌ન્સિલ દ્વારા ‌નિયમ બદલાવથી કેટલાક લોકો ધા‌ર્મિક મુદ્દો ઉઠાવી શકે. ર૦૧૬માં મેડીટેરનીયન બીચો ઉપર ‘બુર્કીનીસ’ ઉપયોગની મનાઇ ફરમાવીને દ‌ક્ષિણ ફ્રાંસના કેટલાક સ્થા‌નિક મેયરોએ ‌વિવાદ જન્માવ્યો હતો.
ર૦૧૯માં ગ્રેનોબલની કેટલીક મ‌હિલાઓ બુર્કીનીસ પહેરી ‌સ્વિમીંગ પુલો પહોંચી જતા રાજકીય ‌વિવાદ જાગ્યો હતો. આ જ સમયમાં ફ્રેંચ સ્પોર્ટસ બ્રાન્ડ ડેકથ્લોને ‘સ્પોર્ટસ ‌હિજાબ’ વેચવાની યોજના પડતી મૂકવી પડી હતી. ફ્રાંસનું ફૂટબોલ ફેડરેશન હાલમાં મુ‌સ્લિમ ‌હિજાબ કે ‘જયુ‌ઇસ‌કિયા’ જેવા ધા‌ર્મિક પ્ર‌તીકો પહેરવાની ખેલાડીઓને મંજૂરી આપતું નથી.