REUTERS/Stephanie Lecocq

ફ્રાન્સ સોમવારે તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. મહિલા અધિકાર સંગઠનોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણીને તેનું સ્વાગત કર્યું હતું અને ગર્ભપાત વિરોધી સંગઠનોએ તેની આકરી ટીકા કરી હતી.

સંસદના બે ગૃહોના વિશેષ સંયુક્ત અધિવેશનમાં 72 વિરુદ્ધ 780 મતથી આ દરખાસ્તને જબરજસ્ત સમર્થન મળ્યું હતું. સેન્ટ્રલ પેરિસમાં એકઠા થયેલા ગર્ભપાત અધિકાર કાર્યકરોએ ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા. એફિલ ટાવર ઝળહળતો થયો હતો અને વિશાળ સ્ક્રીન પર “MyBodyMyChoice” સંદેશ દર્શાવવામાં આવ્યો હતો.

અમેરિકા અને અન્ય ઘણા દેશો કરતાં ફ્રાન્સમાં ગર્ભપાત અધિકારોને વધુ વ્યાપકપણે માન્યતા મળેલી છે. એક પોલમાં લગભગ 80% ફ્રેન્ચ લોકો એ હકીકતને સમર્થન આપ્યું હતું કે ગર્ભપાત કાયદેસર છે. ફ્રાન્સમાં 1974ના કાયદાથી મહિલાઓને ગર્ભપાત કરવાનો કાયદેસર અધિકાર છે.

સંસદમાં મતદાન પહેલા વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે જણાવ્યું હતું કે “અમે તમામ મહિલાઓને એક સંદેશ મોકલી રહ્યા છીએ: તમારું શરીર તમારું છે અને કોઈ તમારા માટે નિર્ણય લઈ શકે નહીં.”

LEAVE A REPLY