પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર શુક્રવાર મોડીરાત્રે રાજય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને છ લોકો ઘાયલ થયાં હતાં. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાધનપુર શહેરના ખારી પુલ પાસે સવારે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ હજુ સુધી થઈ શકીન હતી, જ્યારે પોલીસે અન્ય બે મૃતકોના નામ કનુજી અને લાલાભાઈ ઠાકોર તરીકે આપ્યા છે. બસ કેટલાક મુસાફરોને લઈને કચ્છથી આણંદ તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી.બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.