અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં 19 વર્ષના વ્યક્તિએ બુધવારે સાંજે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ચાર વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા, એમ શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. હુમલાખારે આ ઘટનાનું ફેસબુક પર લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું. હુમલાખોરે સાત જગ્યાએ ફાયરિંગ કર્યું હતું અને ભયનો માહોલ ઊભો કર્યો હતો.
મેમ્ફિસસ પોલીસ વડા સી જે ડેવિસે જણાવ્યું હતું કે મલ્ટિપલ ફાયરિંગ પછી એઝેકીલ કેલીની ધરપકડ કરાઈ હતી. આમાંથી એક ઘટનાને ફેસબુક પર મૂકવામાં આવી હતી.
મેમ્ફીસના મેયર જિમ સ્ટ્રીકલેન્ડે આ હુમલાની નિદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જીવનનો આ આપણા માટેનો માર્ગ નથી અને તે સ્વીકાર્ય નથી. આપણા શહેરના લોકોએ એવી હિંસાનો સામનો કરવો પડ્યો છે કે જેનો કોઇએ સામનો કરવો ન જોઇએ.
અગાઉ પોલીસે લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી હતી. ફેસબૂક પર પોસ્ટ કરેલા ટૂંકા વીડિયોમાં હુમલાખોર જણાવે છે કે આ વાસ્તવિક છે. તે બારણું ખોલે છે અને પ્રથમ જે વ્યક્તિ દેખાય છે તેના પર બે વખત ફાયરિંગ કરે છે.