India's GDP growth estimated to slow to 6.8%: Economic Survey
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારણ (ANI Photo)

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2023 માટે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની તેની વાર્ષિક યાદી બહાર પાડી હતી અને તેમાં ચાર ભારતીયો મહિલાનો સમાવેશ કર્યો હતો. આ મહિલાઓએ  ભારતમાંથી ઉભરતા વિવિધ અને પ્રભાવશાળી અવાજોનું પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર તેમનું નામ રોશન કર્યું છે.

આ યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 32મા સ્થાને રહ્યાં હતા. યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓમાં આઇટી કંપની HCL સીઈઓ રોશની નાદર મલ્હોત્રા 60માં ક્રમે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ 70માં ક્રમે અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો 76મા ક્રમે રહ્યાં હતા.

આ યાદીમાં નિર્મલા સીતારમને સતત પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે તે આ યાદીમાં 36મા ક્રમે હતા. આ વખતે તે 4 સ્થાન ઉપર છે. જ્યારે 2021માં તેને 37મું સ્થાન મળ્યું હતું.

યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની વાર્ષિક યાદીમાં ટોચ પર રહ્યાં હતા. તેમના પછી યુરોપીયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ  કમલ હેરિસ ત્રીજા સ્થાને રહ્યાં હતા. બે વર્ષે અમેરિકન બિઝનેસ મેગેઝિન વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડે છે. ફોર્બ્સ અનુસાર તે ચાર મુખ્ય માપદંડ આધારે રેન્કિંગ નક્કી કરે છે તેમાં પૈસા, મીડિયા, અસર અને પ્રભાવનો સમાવેશ થાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments